અદાણીની મુશ્કેલીમાં વધુ એક વધારો, હવે મૂડીઝેે 4 કંપનીની રેટિંગ નેગેટિવ કરી

મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ એટલે કે મૂડીઝે અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીનના રેટિંગને નેગેટિવ કર્યું છે. મૂડીઝે અદાણી ગ્રુપની 8 કંપનીઓનું રેટિંગ જાહેર કર્યું છે. જેમાં 4 કંપનીઓને સ્ટેબલમાંથી નેગેટિવ રેટિંગમાં ફેરવાઈ છે.

નવી દિલ્હી : અદાણી પર આવેલા હિડેનબર્ગના રિપોર્ટ બાદ શેર બજાર અને સંસદ બન્નેમાં મોટો હોબાળો છે. એક તરફ શેર બજારમાં અદાણીના શેર ધોવાઈ રહ્યા છે તો બીજી તરફ વિપક્ષો અદાણી અને સરકારની સાંઠગાંઠને લઈને ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે તમામ ઘટના વચ્ચે મૂડીઝે અદાણીને ઝટકો આપ્યો છે.

moodys

સામે આવી રહેલા સમાચારો અનુસાર, મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ એટલે કે મૂડીઝે અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીનના રેટિંગને નેગેટિવ કર્યું છે. મૂડીઝે અદાણી ગ્રુપની 8 કંપનીઓનું રેટિંગ જાહેર કર્યું છે. જેમાં 4 કંપનીઓને સ્ટેબલમાંથી નેગેટિવ રેટિંગમાં ફેરવાઈ છે.

મળી રહેલી વિગતો અનુસાર, મૂડીઝે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, પરમપૂજ્ય સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, પ્રયાસ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ-વન લિમિટેડ અને અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડને સ્ટેબલમાંથી નેગેટિવમાં ખસેડી છે.

આ રેટિંગમાં ફેરફાર અંગે મૂડીઝે જણાવ્યું કે, લોંગ ટર્મ પાવર પરચેસ એગ્રીમેન્ટને ધ્યાનમાં રાખીને AGELના સિનિયર સિક્યોર્ડ બોન્ડ રેટિંગની પુષ્ટિ કરવામાં આવી છે. મૂડીઝે કહ્યું છે કે, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં છેતરપિંડી અને હેરાફેરીના આરોપો મળ્યા છે. ગ્રૂપ કંપનીઓની માર્કેટ મૂડીમાં જોરદાર ઘટાડો થયા બાદ તેને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X