રાહુલ ગાંધી વચનો આપીને વિદેશ જતા રહે છે, માત્ર ભાજપ જ ગેરંટી પૂર્ણ કર છે: અમિત શાહ
Jharkhand assembly election 2024: ઝારખંડમાં કોંગ્રેસ પર નિશાન સાધતાકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે દાવો કર્યો હતો કે, પાર્ટીના નેતા રાહુલ ગાંધી વચનો આપીને વિદેશ ભાગી જવામાં માને છે, જ્યારે ભાજપ તેની ગેરંટી પૂરી કરે છે.
દેવઘર જિલ્લાના માધુપુરમાં એક રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે યુપીએ શાસન દરમિયાન આતંકવાદીઓએ માત્ર ભારત પર હુમલો કર્યો ન હતો પરંતુ લોકોની હત્યા કર્યા બાદ બિરયાનીનો આનંદ પણ માણ્યો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જિકલ અને હવાઈ હુમલાઓ દ્વારા આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા.
મોદીનું વચન પથ્થરની લકીર
અમિત શાહે કહ્યું- PM મોદીનું વચન પથ્થરની લકીર જેવું છે, તેમણે કહ્યું, "રાહુલ બાબા એક પછી એક વાયદા કરે છે, પરંતુ વાયદો કરીને વિદેશ ભાગી જાય છે... પરંતુ બીજી તરફ, PM મોદીનું વચન એક પછી એક છે. જેમ કે તે તેમના વચનો પૂરા કરે છે અને માત્ર અમે જ ઝારખંડને નવો આકાર આપી શકીએ છીએ. કોંગ્રેસ, જેએમએમ અને આરજેડી રાજ્યના હિતમાં કામ કરી શકતા નથી.

'ગઠબંધને ઘૂસણખોરોની 'વોટ બેંક' બનાવી છે'
તેમણે આરોપ લગાવ્યો હતો કે શાસક જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધને ઘૂસણખોરોને તેની 'વોટ બેંક' બનાવી દીધી છે. અમિત શાહે જાહેરાત કરી હતી કે રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ ગેરકાયદેસર ઈમિગ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવશે.
ઘૂષણખોરોથી ખતરો
તેમણે દાવો કર્યો હતો કે, "ઘૂસણખોરો નોકરીઓ છીનવીને અને અપરાધને પ્રોત્સાહન આપીને માત્ર આદિવાસીઓ માટે જ નહીં પરંતુ રાજ્યના યુવાનો માટે પણ ખતરો ઉભો કરી રહ્યા છે.
ઝારખંડ હાઈકોર્ટે ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને દેશનિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્ર આ માટે સંમત થયું હતું, પરંતુ રાજ્યની હેમંત સોરેન સરકાર તેની સાથે સંમત ન હતી.
આ ચૂંટણી ઝારખંડ માટે મહત્વની
અમિત શાહે કહ્યું કે, ઝારખંડની ચૂંટણી ધારાસભ્યો, મુખ્યમંત્રી કે સરકાર બદલવા માટે નથી પરંતુ યુવાનો અને ગરીબોના ભવિષ્યને ઘડવા અને ભ્રષ્ટાચારને ડામવા માટે છે. તેમણે કહ્યું કે ઝારખંડ દેશને કોલસાથી વીજળી પૂરી પાડે છે, પરંતુ રાજ્યના લોકો ગરીબ રહે છે.
વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે ભારત
અમિત શાહે દાવો કર્યો હતો કે, જો ઝારખંડમાં ભાજપ સત્તામાં આવશે, તો પાર્ટી તેને પાંચ વર્ષમાં દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય બનાવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિસેમ્બર 2027 પહેલા ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.












Click it and Unblock the Notifications
