For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'એડલ્ટરી' પર સુપ્રીમ ફેસલો તમામ ધર્મો પર લાગુ થશે, પણ લગ્નના ધાર્મિક કાયદા રહેશે અલગ

'એડલ્ટરી' પર સુપ્રીમ ફેસલો તમામ ધર્મો પર થશે લાગુ, પણ લગ્નના ધાર્મિક કાયદાઓ રહેશે અલગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેસલો સંભળાવતા 158 વર્ષ જૂની ભારતીય દંડ સંહિતાની કલમ 497ને ગેરબંધારણીય ગણાવી રદ કરી દીધી. આ કલમ અંતર્ગત એડલ્ટરી એટલે કે વ્યાભિચારને ગુનો માનવામાં આવ્યો હતો. જો કે કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે વ્યાભિચાર તલાક માટે જવાબદાર હોય શકે છે પણ તે અપરાધ નથી. ઉપરાંત સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાના સાથી (પતિ કે પત્ની)ના વ્યાભિચારને કારણે આપઘાત કરે છે અને તે અંગે પૂરતા પુરાવા મળે તો લગ્નેતર સંબંધ બાંધનાર વ્યક્તિને આત્મહત્યા માટે દુષ્પ્રેષણ કર્યાનો જવાબદાર માનવામાં આવી શકે છે. હવે વૈવાહિક પક્ષની વાત કરીએ તો દેશમાં દરેક ધર્મના પોતાના અલગ વૈવાહિક કાયદા છે.

શું કહે છે વૈવાહિક લૉ

શું કહે છે વૈવાહિક લૉ

કલમ 497ને ખતમ કરવાનો સુપ્રીમ ફેસલો ભારતમાં હિંદુ, મુસ્લિમ, ઈસાઈ સહિતના તમામ ધર્મો પર લાગુ થશે. જો કે દરેક ધર્મના મેરેજ એક્ટ અલગ બની રહેશે. વરિષ્ઠ વકીલ નવકેશ બત્રાએ કહ્યું કે 'આ અલગ-અલગ મુદ્દા છે. એક મામલો ગુનાહિત કાયદાના ક્ષેત્રમાં છે જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે વ્યાભિચાર અપરાધ નથી. જ્યારે બીજામાં વૈવાહિક કાયદામાં આવતો મામલો છે જે તેના હિસાબે જ નક્કી થશે.'

હિંદુ મેરેજ એક્ટ

હિંદુ મેરેજ એક્ટ

હિંદુ મેરેજ એક્ટની કલમ 13(1) અંતર્ગત વ્યાભિચારને આ પ્રકારે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે, "આ અધિનિયમ લાગુ થયા પહેલા કે પછી વિધિસર લગ્ન કર્યાં હોય તેવા પતિ કે પત્નીની અરજી પર પોતાના પતિ કે પત્ની સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવી હોય તો છૂટાછેડા દ્વારા લગ્ન વિચ્છેદ રકી શકાય." જેમાં કહેવામાં આવ્યું છે કે વ્યાભિચાર સાબિત કરવા માટે બે તત્વોનું હોવું જરૂરી છે- વ્યાભિચાર કરવાનો ઇરાદો અને તે અંતર્ગત આશયને અંજામ આપવાનો અવસર. આ ઉપરાંત આવા મામલામાં 'બર્ડન પ્રૂફ ઑફ' એટલે કે અપરાધ સાબિત કરવાની જવાબદારી અરજદાર પર રહેશે.

મુસ્લિમ મેરેજ એક્ટ

મુસ્લિમ મેરેજ એક્ટ

મુસ્લિમ વિવાહ અધિનિયમમાં વ્યાભિચાર માટે કોઈ વિશેષ પ્રાવધાન નથી. જો કે મુસ્લિમ વિવાહ અધિનિયમની ધારા 2 (viii) મુજબ જો કોઈ વ્યક્તિ કોઈ ખરાબ પ્રતિષ્ઠા ધરાવતી મહિલા સાથે સંબંધ રાખે છે અથવા તો એ પ્રકારનું જીવન જીવે છે તો આ પોતાની પત્ની પર ક્રૂરતા કર્યા બરાબર હશે. કલીમ ઉઝ ઝફર મામલામાં અદાલતે કહ્યું હતું કે ક્રૂરતા શબ્દને વ્યાપક રૂપે વ્યાખ્યાયિત કરી શકાય છે અને તેમાં માનસિક તથા શારીરિક ક્રૂરતા પણ સામેલ થઈ શકે છે. ઈસ્લામી કાયદાઓ મુજબ કોઈ વ્યક્તિ સબુત વિના કોઈ મહિલા પર વ્યાભિચારનો આરોપ લગાવે છે તો પત્ની તલાક માટે દાવો કરી શકે છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે વ્યાભિચારની દોષિત ન હોય તેવી પત્નીઓ આ જોગવાઈનો ઉપયોગ કરી શકે છે, જ્યારે વાસ્તવમાં દોષિત હોય તેવી પત્નીઓ આ જોગવાઈનો ઉપયોગ ન કરી શકે.

ઈસાઈ મેરેજ એક્ટ

ઈસાઈ મેરેજ એક્ટ

1869ના તલાક અધિનિયમની કલમ 10(1)(i)માં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય વિવાહ (સંશોધન) અધિનિયમ, 2001 લાગુ થયા પહેલા અને પછી પતિ કે પત્નીમાંથી કોઈ એક દ્વારા જિલ્લા અદાલતમાં દાખલ અરજી પર જો પ્રતિવાદીએ વ્યાભિચાર કર્યો હોય તો લગ્નને સમાપ્ત કરી શકાય છે." અગાઉ માત્ર ઈસાઈ પુરુષને જ વ્યાભિચારના આધાર પર તલાક માટે દાવો ફાઈલ કરવાનો અધિકાર હતો. જ્યારે ઈસાઈ મહિલા તેના પર અત્યાચાર થયો હોય અથવા તેનો પરિત્યાગ કરવામાં આવ્યો હોય તે આધારે જ છૂટાછેડા માટે અરજી કરી શકતી હતી.

પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ

પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ

પારસી વિવાહ અને તલાક અધિનિયમ 1936ની કલમ 32(ડી) અંતર્ગત પોતાના સાથીએ વ્યાભિચાર કર્યો હોય તેવા કેસમાં કોઈપણ પતિ કે પત્ની છૂટાછેડા માટે કેસ દાખલ કરી શકે છે. આ કલમ અંતર્ગત 2 વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, એટલે કે લગ્નેતર આડા સંબંધો વિશે માલુમ પડ્યાના બે વર્ષમાં તલાક માટે અરજી કરી શકાય છે.
આ પણ વાંચો- એડલ્ટરી કાયદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો

English summary
Adultery verdict applies to all religions, but laws of matrimony remain separate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X