એડલ્ટરી પર સુપ્રીમનો ફેસલો, કહ્યું- પત્નીનો માલિક નથી પતિ, કલમ 497ને ખતમ કરી
એડલ્ટરી પર સુપ્રીમનો ફેસલો, કહ્યું- પત્નીનો માલિક નથી પતિ, કલમ 497ને ખતમ કરી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એડલ્ટરી કાયદા પર આજે પોતાનો મહત્વનો ફેસલો સંભળાવ્યો. આઈપીસીની કલમ 497ની માન્યતાને પડકાર આપતી અરજી પર ઓગસ્ટમાં સુનાવણી થયા બાદ સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલાને સુરક્ષિત રાખી લીધો હતો. ગુરુવારે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલા પર પોતાનો ફેસલો સંભળાવ્યો. ફેસલો વાંચતી વખતે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે પતિ એ પત્નીનો માલિક નથી. મહિલાની ગરિમા સૌથી ઉપર છે અને તેનું અપમાન ન કરી શકાય. મહિલાના સન્માન વિરુદ્ધનું આચરણ ખોટું છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં વધુ કહ્યું કે કલમ 497 મહિલાઓ અને પુરુષો વચ્ચે ભેદભાવ દર્શાવે છે. સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મોટો ફેસલો સંભળાવતા આઈપીસીની કલમ 497ને ગેરબંધારણીય ગણાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પતિ-પત્નીએ પોતાના સંબંધમાં ઈમાનદાર થવું જોઈએ, વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિવાહથી અલગ સંબંધ બનાવવા ખોટું નથી. જસ્ટિસ નરીમને કહ્યું કે એડલ્ટરી ગુનો નથી, ચીન-જાપાનમાં પણ એડલ્ટરી ગુનો નથી. ત્યારે સુપ્રીમ કોર્ટે વ્યાભિચારને લઈને કલમ 497ને ખતમ કરી દીધી છે.
વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ 497 મનમાનીનો અધિકાર આપે છે. ઉલ્લેખનીય છે કે સાઈના જોસેફે આઈપીસીની કલમ 497ની માન્યતાને સુપ્રીમમાં પડકારતા કહ્યું હતું કે આ કાયદા અંતર્ગત પુરુષોને જ સજા થાય છે. પુરુષોને આ કાયદામાં પાંચ વર્ષની સજા આપવાની જોગવાઈ છે જ્યારે મહિલાઓ પર ઉકસાવવા સુધીનો મામલો પણ નોંધાતો નથી. આ મામલે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કલમ 497ને વિવાહની પવિત્રતાની રક્ષા માટે બનાવવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્નની પવિત્રતાને બનાવી રાખવી એ પતિ અને પત્નીની જવાબદારી હોય છે.
આ પણ વાંચો- મસ્જિદ ઈસ્લામનો અભિન્ન ભાગ છે? આજે આવશે સુપ્રીમ ફેસલો












Click it and Unblock the Notifications
