અડવાણીની રાજનાથને સલાહ, ભ્રષ્ટાચાર સાથે સમજૂતી ન કરે

ભાજપના નેતાએ કહ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહોલ છે અને તેની ખબર અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને મળેકા સમર્થનથી ખબર પડે છે. તેમને કહ્યું હતું કે સંસદના બે સદનોમાં પાર્ટીએ સરકાર પર આ મુદ્દે હુમલો કર્યો હતો, પરંતુ બહાર અમારી પ્રતિક્રિયા નિરાશાજનક રહી છે. તેમને કર્ણાટકના મુખ્યમંત્રીની ખાણ ગોટાળમાં કથિત સંડોવણીના મુદ્દે પાર્ટીના પદ્ધતિનો ઉલ્લેખ કર્યો હતો.
તેમને કહ્યું હતું કે આપણે સ્વિકાર કરવું જોઇએ કે કર્ણાટકની સ્થિતિથી સિદ્ધાંતહીનતા સાથે વર્તવાના કારણે આપણી છબિને આધાત પહોંચ્યો છે. આપણે ભૂલી ગયા છે કે લોકો કોઇપણ રાજકીય પાર્ટીના ભ્રષ્ટાચાર સામે લડવાના દાવાને ફક્ત કથની સાથે નહી પરંતુ કરણી સાથે આંકે છે અને જરૂરિયાત જણાતાં દંડાત્મક કાર્યવાહીથી આંકે છે. તેમને કહ્યું હતું કે કોંગ્રેસનો વિકલ્પ પ્રસ્તુત કરવા માટે પાર્ટીએ મળીને કામ કરવું જોઇએ. આ વર્ષના અંતે સાત રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી થશે અને 2014માં લોકસભાની ચુંટણી થશે. (આઇએએનએસ)












Click it and Unblock the Notifications
