આ 5 ભૂલો ના કરી હોત તો આજે ભાજપના આંખના તારા હોત અડવાણી
નવી દિલ્હી: ભાજપ અને લાલકૃષ્ણ અડવાણે એક જમાનામાં એકબીજાના પર્યાય હતા. પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓમાં લલાકૃષ્ણ અડવાણીની લોકપ્રિયતાના આકાશને આંબતી હતી. કહેવામાં આવે છે કે આપણી કરેલી ભૂલો અને સમય ક્યારેક આપણને એવા મુકામ પર લાવીને ઉભો કરી દે છે કે આપણે સમજૂતી કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચતો નથી અથવા અડગ રહીને તમાશો જોવો પડે છે.
આ આર્ટિકલનો આશય લાલકૃષ્ણ અડવાણી પર એકપક્ષીય પ્રહાર કરવાનો બિલકુલ પણ નથી, પરંતુ રાજકિય વિશ્લેષકોની નજરે જોઇએ તો આ કહાણીમાં ઘણું બધું છુપાયેલું છે. તે દૌરથી માંડીને 'મોદી યુગ' સુધી ભાજપ દેશની મુખ્ય વિપક્ષ પાર્ટીમાંથી દેશની મુખ્ય સત્તારૂઢ પાર્ટી બની ગઇ. ઘણા નેતાઓએ પોતાના પેંતરાઓથી પોતાની સાખ બચાવી, ઇનામ મેળવ્યું, નારાજ અને ફરી ઉભા થયા.
એવું શું થયું જેથી ભાજપને ઉભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણી આજે 'માર્ગદર્શક મંડળ'ની ઔપચારિકતાઓ ભજવવા માટે તૈયાર છે. શું ખરેખર આ માર્ગદર્શક મંડળ છે કે પછી 'ઓલ્ડ એજ નેતાઓને ઔપચારિક સન્માનનું આમંત્રણ? સ્લાઇડર ફેરવો અને જાણો કઇ વાતોએ અડવાણીનો ગ્રાફની લાવી દિધો.

સંઘ-શાહ સાથે તાલમેલ
આજે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ તથા સંઘની છાયા નીચે આગળ વધી રહ્યાં છે. 2009 બાદ લાલકૃષ્ણ અડવાણી અને આરએસએસ વચ્ચે સબંધો ખરાબ થયા પરંતુ લાલકૃષ્ણ અડવાણી ઇનિંગ સંભાળવા માટે 'ફાયદાકારક' પગલાં ભર્યા નહી. તેમણે અમિત શાહ તથા સંઘ વચ્ચે તાલમેળ બેસાડવાની જરૂરિયાત હતી.

રિસામણા-મનામણાથી નુકસાન
લોકસભાની ચૂંટણી દરમિયાન ભલે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કરવાનો અવસર હોય કે પછી ચૂંટણીના ઉમેદવારોને પસંદગી તૈયારી, તે પોતાની નારાજગી માટે ચર્ચામાં રહ્યાં. હરિન પાઠક જેવા વરિષ્ઠ નેતાને 6 વાર સાંસદ રહ્યાં હોવાછતાં તેમને આ વખતે ટિકીટ ન મળી પરંતુ તેમનો સંયમ જાળવ્યો.

મેચ જીતાડ્યા વિના કેપ્ટન બનવું હતુ
જો લાલકૃષ્ણ અડવાણીના દૌરને યાદ કરીએ તો 2004ની ચૂંટણીની હાર બાદ જ્યારે તેમણે 2009માં પોતાને વડાપ્રધાનમંત્રી પદના ઉમેદવારના રૂપમાં રજૂ કર્યા હતા ત્યારથી તે બેકફૂટ પર રહ્યાં. હવે ક્રિકેટના ખેલાડી હોય કે રાજકારણના, તેને સર્વાઇવ કરવા માટે મેચ જીતાડવી તો પડે છે.

વાજપાઇનું ન સાંભળ્યું
જ્યારે 2002માં નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવા માંગતા હતા ત્યારે લાલકૃષ્ણ અડવાની જ તેમના બચાવમાં ઉતર્યા હતા. જો કોઇ રાજનીતિવશ નરેન્દ્ર મોદીને ત્યારે સાઇડલાઇન કરવામાં આવતા તો લાલકૃષ્ણ અડવાણીનું કદ આજે પણ ટોચ પર રહેતું.

તે પ્રમાણે જ કરતા અડવાણી
જો કે સમય અને હાલાતની સાથે ઘણા પાસાઓ સાથે સમજૂતી કરી લેવી જોઇએ. લાલકૃષ્ણ અડવાણીના કેટલાક સમર્થકોએ પહેલાંથી જ નરેન્દ્ર મોદીની મંશા જાણી લીધી હતી અને તેમણે સમયસર પલડું બદલી દિધું. અરૂણ જેટલી અને વૈંકેયા નાયડૂ જેવા નેતા નરેન્દ્ર મોદીના સમર્થનમાં ખુલીને આવ્યા અને અનંત કુમાર, બલબીર પુંજ, ઉમા ભારતી, વસુંધરા રાજે, યશવંત સિંહા અને શત્રુધ્ન સિંહા જેવા નેતા પણ 'લહેર'ને માનવા લાગ્યા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
