અડવાણી અંગેનો વિવાદ ઉકેલના આરે

advani
નવી દિલ્હી, 11 જૂનઃ છેલ્લા બે-ત્રણ દિવસથી ભાજપમાં ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ બનેલી છે. પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના રાજીનામા બાદ જે વિવાદ સર્જાયો છે, તે ઉકેલના આરે આવી ગયો છે. મળતી માહિતી અનુસાર લાલકૃષ્ણ અડવાણીના ઘરે ભાજપના દિગ્ગજ નેતાઓની ફોજ જમા થઇ છે અને કહેવાય રહ્યું છે કે ટૂંક સમયમાં ભાજપ તરફથી પક્ષને લઇને સારા સમાચાર આપવામાં આવશે.

અડવાણીએ મોદીની ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન તરીકેની નિયુક્તિના બીજા દિવસે રાજીનામું આપ્યા બાદ બે દિવસથી પક્ષના દિગ્ગજ નેતા અરૂણ જેટલી, સુષમા સ્વરાજ, નીતિન ગડકરી, નરેન્દ્ર મોદી, મુક્તાર અબ્બાસ નકવી સહિતનાઓએ તેમને મનાવવાના શક્ય તેટલા તમામ પ્રયાસો કર્યા હતા, અને એ પ્રયાસોના ફળ રૂપે આજે અડવાણીના ઘરે પક્ષના દિગ્ગજ નેતાઓની બેઠક મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવા ખાતે ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીની બે દિવસની બેઠક મળી હતી. આ બેઠકમાં પણ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યાં નહોતા અને ત્યારબાદ 9મી જૂનના રોજ સર્વાનુમતે પક્ષની ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમને તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિ કરવામાં આવી હતી. આ વચ્ચે અડવાણીના ઘરની બહાર મોદી સમર્થકો દ્વારા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું હતું. બે દિવસના આ હાઇવોલ્ટેજ ડ્રામાના બીજા જ દિવસે લાલકૃષ્ણ અડવાણી પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપીને ભાજપના રાજકારણમાં ભૂકંપ આવ્યો હોય તેવો માહોલ ઉભો કરી દીધો છે અને હાલ પક્ષના તમામ દિગ્ગજ તેનાઓ તેમને મનાવવામાં લાગી ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X