અડવાણીના રાજીનામાનું કારણ મોદી ન હતા: રાજનાથ

એક અંગ્રેજી સમાચાર પત્ર દ્વારા આયોજીત સમારોહમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે રાજીનામું આપવા પાછળ બીજા કારણો જવાબદાર હતા. લોકસભા ચૂંટણી-2014 માટે ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના કારણે અડવાણી રાજીનામું આપ્યું ન હતું. રાજનાથ સિંહે કહ્યું હતું કે અન્ય કારણોથી લાલકૃષ્ણ અડવાણી નારાજ હતા.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું છે કે જ્યાં સુધી પક્ષમાં સમાન સહમતિ નહીં બને ત્યાં સુધી મોદીને 2014ની લોકસભાની ચૂંટણી માટે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં નહીં આવે. જો કે, અમે જનતાની ભાવનાઓની ઉપેક્ષા પણ કરી શકીએ નહીં.












Click it and Unblock the Notifications
