For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણી અને મોદી સોમવારે દેખાશે સાથે-સાથે?

|
Google Oneindia Gujarati News

advani modi
નવી દિલ્હી, 30 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સોમવારે લાંબા સમય બાદ સાથે દેખાય તેવી સંભાવના છે. જૂનાગઢના પૂર્વ સાંસદ અને બીજેપીના પૂર્વ મહિલા નેતા ભાવનાબેન ચીખલીયાની શ્રદ્ધાંજલી સભામાં અડવાણી સોમવારે સાંજે જૂનાગઢ જશે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ ઉપરાંત નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

ભાવનાબેન ચીખલીયાનું અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હ્રદયરોગના હુમલાથી નિધન થયું હતું. ભાવનાબેન ચીખલીયા 1992માં પહેલીવાર જૂનાગઢના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા અને બાદમાં તેઓ સતત 4 ટર્મ સુધી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ ઉપરાંત ભાવનાબેન કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

ભાવનાબેનનો જૂનાગઢમાં ભારે દબદબો હતો અને મહિલાઓના તેઓ ચહિતા નેતા હતા. સોમવારે સાંજે જૂનાગઢમાં તેમની શ્રદ્ધાંજલિ સભા છે. જેમાં રાજનાથ, અડવાણી, મોદીની સાથે-સાથે બીજેપીના ઘણા દિગ્ગજ નેતાઓ અત્રે આવવાના સમાચાર છે.

આ રીતે લાંબા સમય બાદ મોદી અને અડવાણી એક સાથે કોઇ સાર્વજનિક કાર્યક્રમમાં દેખાશે. બંનેના હાવ-ભાવ પર મીડિયા પર નજર રહેશે. ઉલ્લેખનીય છે કે મોદીને પાર્ટીની કેમ્પેઇન કમિટિના ચેરમેઇન બનાવવાના કારણે અડવાણીએ પાર્ટીના ત્રણ મુખ્ય હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે બાદમાં સંઘના પ્રમુખ મોહન ભાગવતના કહેવાના પર તેમણે પોતાનું રાજીનામું પરત લીધું હતું.

English summary
Advani and Narendra Modi may meet on monday at Junagadh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X