અડવાણીએ વીટોનો ઉપયોગ કરી મોદીના પ્લાન પર પાણી ફેરવ્યું

આ બાબત ફરી એક વાર સૂચવે છે કે નરેન્દ્ર મોદી અને અડવાણી વચ્ચેનું યુદ્ધ ધીરે ધીરે કદાવર સ્વરૂપ લઇ રહ્યું છે. આ ખેંચ તાણ ચાલુ રહી તો આગામી લોકસભા ચૂંટણી 2014માં ભાજપને જ નુકસાન ભોગવવું પડશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
નરેન્દ્ર મોદી જૂથ યેદીયુરપ્પાને પાર્ટીમાં પાછા બોલાવવા માંગે છે. આ પાછળ તેમનો તર્ક છે કે જો યેદીયુરપ્પાને પાર્ટીમાં પાછા બોલાવીશું તો તેમની સાથે તેમની પાર્ટી કેજેપીના 10 ટકા વોટ પણ ભાજપને મળશે. જો આમ થશે તો લોકસભા ચૂંટણી 2014માં દક્ષિણ ભારતમાં ભાજપ મજબૂત સ્થિત પ્રાપ્ત કરી શકશે.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2009માં ભાજપને રાજ્યને 28 લોકસભા બેઠકોમાંથી 18 બેઠકો પર વિજય મળ્યો હતો. વિધાનસભા ચૂંટણીઓ પહેલા આ સંખ્યા ઘટીને 16 થઇ ગઇ છે. કારણ કે બે સાંસદો યેદીયુરપ્પા સાથે ચાલ્યા ગયા છે. યેદીયુરપ્પા વિના ભાજપ રાજ્યમાં બે અંકી બેઠકો પર વિજય મેળવી શકે તેવી શક્યતા નહીંવત છે.
નરેન્દ્ર મોદીએ યેદીયુરપ્પાને મનાવવાનું કામ કર્ણાટક ભાજપના પ્રભારી અને પાર્ટી મહાસચિવ થાવરચંદ ગેહલોતને સોંપ્યું હતું. ગેહલોતે યેદીયુરપ્પાને આ માટે મનાવી પણ લીધા હતા. પણ જ્યારે તમામ બાબતો સ્પષ્ટ થઇ ગઇ ત્યારે અડવાણી આગળ આવ્યા. તેમણે કોઇ પણ ભોગે યેદીયુરપ્પાને ભાજપમાં પાછા નહીં લેવાની વાત કરી. આમ યેદીયુરપ્પાની એન્ટ્રી પર પાણી ફળી વળ્યું












Click it and Unblock the Notifications
