For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ભાજપને ઝાટકો, બે નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

લોકસભા ચૂંટણી 2019 નજીક આવતાની સાથે જ નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે. નેતાઓ મોકો જોઈને જૂની પાર્ટી છોડીને નવી પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 નજીક આવતાની સાથે જ નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે. નેતાઓ મોકો જોઈને જૂની પાર્ટી છોડીને નવી પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે. દિલ્હીમાં પણ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં ભાજપના બે નેતાઓ ધર્મવીર અવાના અને રાજુ નિર્મલે સોમવારે આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી છે. આ બંને નેતાઓના આમ આદમી પાર્ટી સાથે જોડાયા પછી દિલ્હી ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે.

આ પણ વાંચો: જો આપ અને કોંગ્રેસમાં થયુ ગઠબંધન તો ભાજપને મળશે 1 સીટ

આ નેતાઓ ઘ્વારા પાર્ટીને મજબૂતી મળશે

આ નેતાઓ ઘ્વારા પાર્ટીને મજબૂતી મળશે

આ બંને નેતાઓના જોઈનીંગ અવસરે આપ દક્ષિણ દિલ્હી લોકસભા પ્રભારી રાઘવ ચઢ્ઢાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે હું બંને વરિષ્ઠ નેતાઓનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું, જે આમ આદમી પાર્ટીને દિલ્હીમાં મજબૂતી આપશે. તેમને કહ્યું કે ચૂંટણી દરમિયાન ભાજપ નેતા રહી ચૂકેલા તેઓ આમ આદમી પાર્ટીથી પ્રભાવિત થઇ ચુક્યા છે. ત્યારપછી તેમને પાર્ટીમાં શામિલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

કોણ છે ધર્મવીર અવાના?

કોણ છે ધર્મવીર અવાના?

રાઘવ ચઢ્ઢાએ ધર્મવીર અવાના વિશે પરિચય આપતા જણાવ્યું કે તેઓ મીઠાપુર વોર્ડથી ભાજપના ભૂતપૂર્વ કાઉન્સિલર રહી ચુક્યા છે. એટલું જ નહીં પરંતુ તેઓ વર્ષ 2012 થી 2017 સુધી બદરપુરથી પાર્ષદ પણ રહી ચુક્યા છે. ધર્મવીર અવાના ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ સીએમ અરવિંદ કેજરીવાલના કામથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં શામિલ થઇ રહ્યા છે.

કોણ છે રાજુ નિર્મલ?

જયારે બીજી બાજુ રાઘવ ચઢ્ઢાએ રાજુ નિર્મલ વિશે પરિચય આપતા જણાવ્યું કે વર્ષ 2017 એમસીડી ચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી લડ્યા હતા, જેમાં તેમને બીજા સ્થાને રહીને 7000 વોટો મેળવ્યા હતા. તેની સાથે સાથે તેઓ દક્ષિણ દિલ્હીમાં ઘણા સક્રિય રહ્યા છે. ભાજપ દિલ્હીના આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાવવાને કારણે ભાજપ દિલ્હીની મુસીબત ચોક્કસ વધી શકે છે.

English summary
Affected by Arvind Kejriwal's work, Delhi two BJP leaders joins AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X