For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાન : કાબુલ સ્કૂલ વિસ્ફોટમાં 50 લોકોનાં મૃત્યુ, મલાલાએ કહ્યું દુનિયાના દેશો બાળકોની રક્ષા માટે એક થાય

અફઘાનિસ્તાન : કાબુલ સ્કૂલ વિસ્ફોટમાં 50 લોકોનાં મૃત્યુ, મલાલાએ કહ્યું દુનિયાના દેશો બાળકોની રક્ષા માટે એક થાય

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
અમેરિકાએ સેના હઠાવી લેવાની જાહેરાત કરી એ બાદ તાલિબાની હુમલાઓ વધી રહ્યાં હોવાનું સ્થાનિક અધિકારીઓનું કહેવું છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક સ્કૂલની બહાર થયેલા વિસ્ફોટમાં 50 લોકો મૃત્યુ પામ્યાં છે અને ડઝનબંધ લોકો ઘાયલ છે. ભોગ બનનારાની અતિમવિધિઓ શરૂ કરવામાં આવી છે.

હજી સુધી કોઈ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

શિક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભોગ બનનાર મોટાં ભાગની વિદ્યાર્થિનીઓ છે.

મૃતકોની અંતિમવિધિ તૈયારી કરી રહેલા પરિવારજનો

સમાચાર સંસ્થા એએફપી અનુસાર અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના પ્રવક્તા તારિક અરિયાને કહ્યું કે, "દુખની વાત છે છે 50 લોકો મૃત્યુ પામ્યાં છે"

રૉયટર્સ મુજબ તારિક અરિયાને કહ્યું કે, ઘાયલોમાં મોટાં ભાગના વિદ્યાર્થીઓ છે. જોકે, એમણે વિસ્ફોટનું કારણ શું હતું એ અને તે કોને નિશાન બનાવી કરવામાં આવ્યો તે નથી કહ્યું.

નોબેલ શાંતિ સન્માન મેળવનારાં મલાલાએ કાબુલમાં વિસ્ફોટનો ભોગ બનનાર શાળાના બાળકોનાં પરિવારો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે અને દુનિયાના દેશોને બાળકોની રક્ષા માટે એક થવા અનુરોધ કર્યો છે.

https://twitter.com/Malala/status/1391191066775375877

વિસ્ફોટનો ભોગ બનેલાં એક મહિલાને હૉસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

વિસ્ફોટ કાબુલની પશ્ચિમમાં દસ્ત-એ-બાર્ચી સ્કૂલની બહાર થયો છે જ્યાં વિદ્યાર્થીઓ હાજર હતાં.

https://www.youtube.com/watch?v=p3fiIiZFLB8

એએફપી અનુસાર જે સમયે વિસ્ફોટ થયો એ સમયે સામાન્ય લોકો પણ પાસેના બજારમાં ઈદ-ઉલ-ફિત્ર માટે સામાન ખરીદવાં નીકળેલાં હતાં. ઉલ્લેખનીય છે કે મુસ્લિમો માટે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવા પર ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર મનાવવામાં આવે છે.

આ વિસ્તારમાં શિયા હજરા સમુદાયની ખૂબ મોટી વસતી રહે છે અને તાજેતરના વર્ષોમાં આ સમુદાય કથિત ઇસ્લામી ચરમંપથી સમૂહ ઇસ્લામિક સ્ટેટના નિશાના પર રહ્યો છે.

સ્થાનિક મીડિયા અનુસાર અહીંની સરકારી સેકન્ડરી સ્કૂલની પાસે વિસ્ફોટનો મોટો અવાજ સાંભળવામાં આવ્યો. જે સમયે વિસ્ફોટ થયો તે સમયે વિદ્યાર્થીઓ સ્કૂલથી આવી રહ્યાં હતા.

https://twitter.com/TOLOnews/status/1391031468214820868

સોશિયલ મીડિયામાં આવી રહેલી તસવીરોમાં સ્કૂલ બેગ અને બળેલી ગાડીઓ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આ વર્ષે 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના હઠાવી લેવાનો નિર્ણય લીધો એ પછી દેશમાં હાઈઍલર્ટની સ્થિતિ છે.

અફઘાન અધિકારીઓનું કહેવું છે કે દેશની અંદર તાલિબાની હુમલાઓ વધી રહ્યાં છે.

જોકે, શનિવારે થયેલા વિસ્ફોટની જવાબદારી હજી સુધી કોઈ સમૂહે લીધી નથી.

કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=ARKSi3lfk5g&t=30s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Afghanistan: Kabul school blast kills 50, Malala says countries unite to protect children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X