For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VHPનો દાવો, આફતાબ પૂનાવાલાની 20 ગર્લફ્રેન્ડ, બધી હિંદુ, સરકાર લવ જેહાદ સામે લાવે કડક કાયદો

વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યુ છે કે આફતાબની 20 ગર્લફ્રેન્ડ હતી.

|
Google Oneindia Gujarati News

Shraddha Murder Case: શ્રદ્ધા વૉકર મર્ડર કેસમાં એક તરફ જ્યાં પોલીસ આરોપી આફતાબ સામે પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે ત્યાં બીજી તરફ આફતાબ સામે લોકોનો રોષ વધી રહ્યો છે અને લોકો આફતાબને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યુ છે કે આફતાબની 20 ગર્લફ્રેન્ડ હતી અને તે તમામ હિંદુ હતી. સ્પષ્ટ છે કે આ આફતાબની સમજી-વિચારેલી વ્યૂહરચનાનો ભાગ હતો. સુરેન્દ્ર જૈને માંગ કરી છે કે કેન્દ્ર સરકાર લવ જેહાદ સામે કડક કાયદો બનાવે.

aftab

ધર્મરક્ષા અભિયાન ચલાવશે વિહિપ

વિશ્વ હિન્દુ પરિષદ વતી કહેવામાં આવ્યુ છે કે અમે 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ધર્મ રક્ષા અભિયાન ચલાવીશુ. વિશ્વ હિન્દુ પરિષદની મહિલા પાંખ આ દુર્ગા વાહિનીમાં છોકરીઓને જાગૃત કરશે કે તેઓ પોતાને લવ જેહાદથી કેવી રીતે બચાવી શકે. નોંધનીય છે કે આફતાબ વિરૂદ્ધ પુરાવા એકત્ર કરવા માટે દિલ્લી પોલીસે પહેલા તેનો પૉલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો અને બાદમાં નાર્કો ટેસ્ટ કરાવ્યો હતો જેથી તેની સાથે જોડાયેલ મહત્વની કડીઓ જોડી શકાય. હાલ પોલીસ શ્રદ્ધાના શરીરના બાકીના ભાગોને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ જોઈ રહી છે પુરાવાની રાહ

નાર્કો ટેસ્ટના પરિણામોના આધારે દિલ્લી પોલીસ ફરી એકવાર આફતાબ અમીન પૂનાવાલા વિરુદ્ધ તપાસ આગળ ધપાવશે અને તેની વિરુદ્ધ પુરાવા એકત્રિત કરશે. આફતાબના નાર્કો ટેસ્ટ બાદ ચાર FSL અધિકારીઓ તિહાર જેલમાં આફતાબ પાસે જશે. આ દરમિયાન આફતાબનુ કાઉન્સેલિંગ કરવામાં આવશે. જો નિષ્ણાતો સંતુષ્ટ ન હોય તો આફતાબનો ટેસ્ટ ફરી એકવાર થઈ શકે છે. આફતાબને તિહાર જેલમાં હાઈ રિસ્ક કેદીની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. આફતાબને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે, તેને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યો છે.

કડીઓ જોડવી મોટો પડકાર

હજુ સુધી પોલીસને આરોપી આફતાબ અમીન પૂનાવાલા વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા નથી. જોકે હજુ સુધી પોલીસ સામે આફતાબ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી. પોલીસને હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. મહત્વની વાત એ છે કે આફતાબનો નાર્કો ટેસ્ટ કોર્ટમાં સ્વીકારવામાં આવશે નહિ. પરંતુ પોલીસે આફતાબ વિરુદ્ધ તમામ પુરાવા ભેગા કરવા પડશે.

English summary
Aftab Poonawala has 20 girl friend all are hindus claims VHP leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X