ચંદ્રયાન 3 બાદ વધુ એક મોટા મિશનની તૈયારીમાં ઈસરો, એક સાથે 6 ઉપગ્રહ અવકાશમાં મોકલશે
ભારતની અવકાશ રિસર્ચ સંસ્થા ઈસરો દિવસે દિવસે અવકાશમાં નવા કિર્તીમાન સ્થાપિત કરી રહી છે. હાલમાં જ ચંદ્રયાન 3 ને સફળતાપુર્વક ચંદ્ર તરફ રવાના કર્યા બાદ હવે ઈસરો એક સાથે 6 ઉપગ્રહોને અવકાશમાં છોડવા જઈ રહ્યું છે.
ઈસરો 30 જુલાઈ 2023 એ રોજ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV-C56ને અવકાશમાં મોકલવા જઈ રહ્યું છે. ઈસરોએ આ મિશનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સાથે 6 કો-પેસેન્જર સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે.

PSLV-C56 ને 30 જુલાઈએ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ SDSC-SHAR પર આ પહેલું લોન્ચ પેડ હશે અને શ્રીહરિકોટાથી લોન્ચ થશે. તે DS-SAR ઉપગ્રહ સાથે 6 અન્ય ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં લઈ જશે.
ઈસરોના જણાવ્યા અનુસાર, DS-SAR મિશન PSLV-C55 મિશન જેવું જ હશે, જે એપ્રિલ 2023માં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનું વજન 360 કિલો છે. આ મિસાઈલ DSTA અને ST એન્જિનિયરિંગ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.
આ મિશન સફળતાપૂર્વક સ્થાપિત થઈ જતા તે સિંગાપોરની વિવિધ સરકારી એજન્સીઓને તેમની ઈમેજરી જરૂરિયાતોને સરળતાથી પૂરી કર શકશે. આનો ઉપયોગ બિઝનેસ માટે કરવામાં આવશે.
આમાં સામેલ ઉપગ્રહોની વાત કરીએ તો, 23 કિલોનો VELOX-AM માઈક્રોસેટેલાઈટ, ARCADE, SCOOB-I, NuLIoN, Galassia-2, ORB-12 STRIDER સામેલ છે. આ તમામને કક્ષામાં સ્થાપિત કરાશે.
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા 14 જુલાઈના રોજ ઈસરોએ ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે. તેને LVM3 લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
