For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની મજાક ઉડાવવી પડી ભારે, 20 કલાકમાં જ વેબસાઇટ બંધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 જુલાઇ : હાલમાં ભારતીય રાજનીતિમાં ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપીની ચૂંટણી સમિતિની અધ્યક્ષ નરેન્દ્ર મોદીની ધારા વહી રહી છે. ચારે બાજુએ મોદીની જ વાતો થઇ રહી છે. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મજાક ઉડાવવી એક એક વેબસાઇટને ભારે પડી ગઇ છે. વેબસાઇટને 20 કલાકની અંદર જ બંધ કરાવી દેવામાં આવી છે. વેબસાઇટ narendramodiplans.com બનાવનારે ક્વિટ નોટમાં લખ્યું છે કે કંટાળીને આ વેબસાઇટને હટાવી રહ્યા છે.

ટ્વિટર પર આને લઇને જાત-જાતની ચર્ચાઓ છે. કેટલાંક લોકોનું કહેવું છે કે મોદીની છબિને ખરાબ કરવા માટે આ કોંગ્રેસનું કાવતરું છે. જ્યારે કેટલાક લોકોનું કેહવું છે કે મોદી સમર્થકોને મજાક સમજવાની કળા વિકસાવવી જોઇએ.

narendra modi
મોદીની મજાક ઉડાવનાર આ વેબસાઇટ ઉપરાંત કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધીની મજાક ઉડાવનાર વેબસાઇટ હાજર છે. પરંતુ હાલમાં પણ તેની પર પણ કઇ દેખાઇ રહ્યું નથી. બંને વેબસાઇટનું નામ જોઇને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી યોજના અને રાહુલ ગાંધીની ઉપલબ્ધીઓને બતાવવા માટે બનાવવામાં આવી હતી. પરંતુ પોતના નામથી બિલકૂલ વિપરિત આ સાઇટ રાહુલ ગાંધી અને મોદીની મજાક ઉડાવવા માટે બનાવવામાં આવી હતી.

મોદીની મજાક ઉડાવનાર વેબસાઇટ પર મોદીની મોટી તસવીર ઉપર લખ્યું હતું કે 'જો નરેન્દ્ર મોદી પીએમ બન્યા, તો દેશ ચલાવવા માટે તેમના પ્લાન અને 2002ના રમખાણો પર તેમના વિચાર જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. પરંતુ વેબસાઇટ પર વાંધાજનક કોમેન્ટ હોવાના કારણે 20 કલાકની અંદર જ તેની પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. ખાસ વાત એ છે કે આ વેબસાઇટને 20 કલાકમાં 60 હજાર ક્લિક મળી હતી.'

English summary
Narendramodiplans.com, which promised to provide 'a detailed explanation of how Mr Narendra Modi plans to run the nation if elected to the house as a PM', has been taken down.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X