વારાણસીમાં કેજરીવાલ પર ફેંકાયા ઇંડા અને કાળી શાહી

Google Oneindia Gujarati News

વારાણસી, 25 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે રાજકીય જંગે ચડેલા આમ આદમી પાર્ટીને નેતા અરવિંદ કેજરીવાલ વારાણસી પહોંચી ગયા છે. જ્યાં તેમના પર પહેલા ઇંડાઓથી અને બાદમાં કાળી શાહી ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ તેમને કાળા વાવટા દર્શાવવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કેજરીવાલ પર શાહી ફેકનારાની ઓળખ અંબરીશ નામના યુવક તરીકે થઇ છે, જે હિન્દુ વાહિની સેનાનો કાર્યકર્તા છે.

કેજરીવાલ સવારે 8.30 વાગ્યે વારાણસી પહોંચ્યા હતા. કેજરીવાલ વારાણસી સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો પહેલાથી જ સ્ટેશને પહોંચી ગયા હતા, પરંતુ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. કાલ ભૈરવ મંદિરમાં મોદી સમર્થકો સાથે આમનો-સામનો થઇ ગયો. બન્નેના સમર્થકો દ્વારા એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ઇંડા ફેંકવામાં આવ્યા હતા.

કેજરીવાલ રાજ ઘાટ પહોંચ્યા અને તેમણે ગંગામાં ડુબકી લગાવી હતી. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના કારણે ગંગાનું પાણી ગંદુ થઇ ગયું છે. ગંગા સ્નાન બાદ તે કાલ ભૈરવ મંદિર દર્શન માટે ગયા. એ સમયે તેમની સાથે આપ નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહ પણ ઉપસ્થિત હતા. મંદિર બહાર કેટલાક લોકોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતા. જ્યાં મોદી સમર્થક અને આપ સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

બપોરે એક વાગ્યાની આસપાસ કેજરીવાલ દ્વારા ટાઉનહોલથી રોડ શો કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તેમને કાળા વાવટા દર્શાવવામાં આવ્યા હતા અને બાદમાં આ રોડ શો દરમિયાન તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. જેમાં કેજરીવાલ ઉપરાંત તેમની સાથે રહેલા મનીષ સિસોદિયા, સંજય સિંહ પણ તેનો ભોગ બન્યા હતા.

કાળી શાહી ફેંકીને હુમલો

કાળી શાહી ફેંકીને હુમલો

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે રાજકીય જંગે ચડેલા આમ આદમી પાર્ટીને નેતા અરવિંદ કેજરીવાલ વારાણસી પહોંચી ગયા છે. જ્યાં તેમના પર પહેલા ઇંડાઓથી અને બાદમાં કાળી શાહી ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો.

શાહી ફેકનારાની થઇ ઓળખ

શાહી ફેકનારાની થઇ ઓળખ

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કેજરીવાલ પર શાહી ફેકનારાની ઓળખ અંબરીશ નામના યુવક તરીકે થઇ છે, જે હિન્દુ વાહિની સેનાનો કાર્યકર્તા છે.

કાલ ભૈરવ મંદિરમાં મોદી સમર્થકો સાથે આમનો-સામનો

કાલ ભૈરવ મંદિરમાં મોદી સમર્થકો સાથે આમનો-સામનો

કેજરીવાલ વારાણસી સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો પહેલાથી જ સ્ટેશને પહોંચી ગયા હતા, પરંતુ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. કાલ ભૈરવ મંદિરમાં મોદી સમર્થકો સાથે આમનો-સામનો થઇ ગયો. બન્નેના સમર્થકો દ્વારા એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ઇંડા ફેંકવામાં આવ્યા હતા.

કેજરીવાલ રાજ ઘાટ પહોંચ્યા

કેજરીવાલ રાજ ઘાટ પહોંચ્યા

કેજરીવાલ રાજ ઘાટ પહોંચ્યા અને તેમણે ગંગામાં ડુબકી લગાવી હતી. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના કારણે ગંગાનું પાણી ગંદુ થઇ ગયું છે. ગંગા સ્નાન બાદ તે કાલ ભૈરવ મંદિર દર્શન માટે ગયા.

English summary
Aam Admi Party leader Arvind Kejriwal has been attacked with ink by protester in Varanasi, while he was doing road show.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X