UPSC નોટિફિકેશન પર સરકારે લગાવી રોક

વી નારાયણ સ્વામીએ લોકસભામાં જણાવ્યું કે યુપીએસસી નોટિફિકેશન પર હાલ પુરતી રોક લગાવવામાં આવી છે. આ પહેલા યુપીએસસીના આ પ્રસ્તાવનો વિરોધ કરતા રાજેડીના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે કહ્યું કે યુપીએસસીમાં કેટલાક અંગ્રેજીપરસ્ત લોકો હિન્દીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સરકારે તત્કાળ આ નિર્ણયને પરત લેવો જોઇએ.
બીજી તરફ ભાજપના સાંસદોએ હંગામો કરતા કહ્યું કે યુપીએસસીમાં પહેલા પ્રાદેશિક ભાષામાં પરીક્ષા થાય છે અને અંગ્રેજીની ભાષા અનિવાર્ય કરવામાં આવી છે, આ કેવો નિર્ણય છે. તેમણે કહ્યું કે, યુપીએસસીનો આ ભારતીય ભાષાઓ પર અત્યાચાર છે. ભાજપે સંઘના આ પ્રસ્તાવ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારમાં ભણતા છોકરાઓનું શું થશે, કારણ કે ત્યાંની શાળાઓમાં અંગ્રેજીમાં અભ્યાસ થતો નથી તેવામાં તેઓ આ પરીક્ષા કેવી રીતે આપશે.
સપાના ધર્મેન્દ્ર યાદવે કહ્યું છે કે આનાથી વધારે દેશ વિરોધી નિર્ણય કોઇ હોઇ શકે નહીં. હિન્દીને હટાવવાના સ્થાને અંગ્રેજીને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવો જોઇએ. ચારેકોરથી થઇ રહેલા વિરોધને જોતા સરકારે આ પ્રસ્તાવ પર હાલ પુરતી રોક લગાવી દીધી છે.












Click it and Unblock the Notifications
