વિકાસ કાર્યમાં ઓટ નહીં આવવા દઇએ: PM મોદી

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2017 માં ભાજપે મળેલી ઐતિહાસિક જીત બાદ આજે થોડી જ વારમાં પીએમ મોદીનો રોડ શો શરૂ થનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 વાગે અશોક રોડ સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયમાં પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલય પહોંચતા પહેલાં તેમનો રોડ શો થયો હતો. નરેન્દ્ર મોદી ના સ્વાગત માટે ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

narendra modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો સાંજે 5 વાગ્યે મેરિડિયન હોટલથી શરૂ થયો હતો. ત્યાંથી તેઓ સમર્થકો સાથે ભાજપના મુખ્ય કાર્યાલય પગપાળા ગયા હતા.

યુપી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીના નામની જાહેરાત

રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા બાદ સંસદીય બોર્ડની બેઠકમાં ભાગ લેશે. ભાજપના સંસદીય બોર્ડની આ બેઠકમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા થશે. સાથે જ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા થશે.

આ ઐતિહાસિક જીત છે - અમિત શાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે. આ ભાજપની ઐતિહાસિક જીત છે. તેઓ જનતાના વિશ્વાસને ખોટો સાબિત નહીં કરે.

નરેન્દ્ર મોદીનું સંબોધન

નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે જનસંબોધન કરતાં કહ્યું કે, 'લોકતંત્રમાં ચૂંટણી સરકાર બનાવવાનું કામ તો કરે જ છે, પરંતુ સાથે જ તે લોકશિક્ષણનું મહાપર્વ પણ છે. ચૂંટણીમાં વિજયી થવાના ઘણા કારણો હોય છે, પરંતુ આટલા મોટા પાયે મળેલો વિજય તમેન વિચારમાં મૂકી દે છે. આ સ્વર્ણિમ સમય અચાનક પ્રાપ્ત નથી થયો, કઠોર પરિશ્રમ કરી અહીં સુધી પહોંચ્યા છીએ. આ ચૂંટણી અમારી ભાવનાઓ સાથે જોડાયેલી છે. પંડિત દિનદયાળજીની શતાબ્દી વર્ષ ઉજવી રહ્યાં છીએ ત્યારે આ ચૂંટણીઓ આવી છે.'

'આ પાંચ રાજ્યોની ચૂંટણીને હું એક નવા ભારતના નવા આધારસ્તંભ તરીકે જોઇ રહ્યો છું. મને નવા ભારતનાં દર્શન થઇ રહ્યાં છે, નવયુવકોના સપનાઓનું ભારત.' તેમણે આગળ કહ્યું કે, હું ગરીબોમાં રહેલા સામર્થ્યને જોઇ શકું છું, તેમની શક્તિને ઓળખી શકું છું.' બાજપના કાર્યકર્તાઓને ઉદ્દેશીને તેમણે કહ્યું કે, દેશમાં જેટલી પણ ચૂંટણી યોજાઇ, ભાજપનું સમર્થન વધતું ગયું. ભાજપની વિજય યાત્રા સતત આગળ વધી રહી છે. ભાજપના વૃક્ષ પર વિજયનાં ફળ લાગ્યાં છે અને ફળો આે ત્યારે વૃક્ષ મને છે. આપણે પણ આ વિજય સાથે વિનમ્ર બનવાનું છે.' તમામ મતદારોને ધન્યવાદ કહેતાં તેમણે કહ્યું કે, 'પાંચેય રાજ્યોના મતદાતાઓનો હું આભાર માનું છું અને તેમને ખાતરી આપું છું કે, સમાજના વિકાસ કાર્યમાં અમે કોઇ ઓટ નહીં આવવા દઇએ.'

English summary
After historic win in UP and Uttarakhand assembly election PM Narendra Modi mega show in Delhi.
Please Wait while comments are loading...