For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ NDAમાંથી પીએમ પદના ઉમેદવાર જાહેર કરે: શિવસેના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 17 એપ્રિલ: જનતા દળ યૂનાઇટેડ બાદ એનડીએના ઘટક શિવસેનાએ બુધવારે ભાજપને કહ્યું હતું હતું કે આગામી લોકસભાની ચૂંટણી માટે એનડીએમાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે તે ભાજપ જાહેર કરે.

શિવસેનાના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં ભાજપને વડાપ્રધાનના મુદ્દે મંશા સ્પષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. ભાજપ ચૂંટણી પહેલાં વડાપ્રધાન પદ માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ખુલાસો કરવા માંગતું નથી, પરંતુ શિવસેનાના સંપાદકીયમાં આ બાબતે દબાણ બનાવતાં માંગ કરી છે કે જો ભાજપ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે લોકસભાની ચુંટણીમાં ઉતારવા માંગે છે તો તે એનડીએની બેઠક બોલાવી તેમના નામની જાહેરાત કરે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ પણ પોતાના સમર્થન માટે ભાજપને ચેતાવણી આપી છે.

shiv-sena

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરતાં સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે જો ભાજપ વિચારે છે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવારના નામ પર પાર્ટી પાંચ થી દસ સીટ વધુ જીતશે પરંતુ તેની અવેજમાં પાર્ટીને એનડીએના જુના સહયોગીના રૂપમાં ઓછામાં ઓછી 25 સીટો ગુમાવી પડે તેમ છે. શિવસેનાએ દબાણ બનાવતાં સંપાદકીયમાં સ્પષ્ટ કહ્યું છે કે ભાજપ જો આ મુદ્દાનું નિરાકરણ ઇચ્છતી હોય તો તે જલદી એનડીએની બેઠક બોલાવે.

English summary
Putting pressure on the BJP, the Maharashtra political party Shiv Sena said that NDA should call a meeting soon to decide PM candidate. Sena also said that Modi was not responsible for Gujarat riots
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X