For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના વ્યક્તિગત પ્રહારોથી ત્રાસેલા રાહુલ-સોનિયા ECના દરબારમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 નવેમ્બર: કોંગ્રેસ પાર્ટીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુધ્ધ ચૂંટણી પંચમાં એકવાર ફરી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલામાં કરવામાં આવી છે. ફરિયાદમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નરેન્દ્ર મોદીની ટિપ્પણીને વ્યક્તિગત હુમલો ગણાવ્યો છે.

અત્રે નોંધનીય છે કે કેટલાંક દિવસ પહેલા છત્તીસગઢના બેમતરામાં નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીમાં સોનિયા અને રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી. વડાપ્રધાન પદ માટે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર પર સીધો હુમલો કરતા રાહુલને પૂછ્યું હતું કે 'શું છત્તીસગઢ માટે કેન્દ્રીય ધનરાશિ તેમના 'મામાના ઘરે'થી આવી હતી. મોદીએ આની સાથે જ જણાવ્યું કે સોનિયા ગાંધીને સ્વાસ્થ્યના આધારે કોંગ્રેસની કમાન 'શહઝાદે'ને સોંપી દેવી જોઇએ.

કોંગ્રેસ અધ્યક્ષ પર વ્યક્તિગત હુમલો કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 'મેડમ, આપ બીમાર છો, તો શહેઝાદાને કોંગ્રેસ પાર્ટીની કમાન સોંપી દો.' મોદીએ પોતાના ભાષણમાં રાહુલનો ઉલ્લેખ 'શાહઝાદા' તરીકે કર્યો. દિલ્હીમાં કોંગ્રેસે આ ટિપ્પણીના પગલે મોદી પર પલટવાર કર્યો હતો અને તેણે દેશની માફી માંગવા પણ જણાવ્યું હતું.

modi rahul gandhi
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા આઇએસઆઇવાળા નિવેદન પર વાંધો ઉઠાવીને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદીના 'ખૂની પંજા'વાળા નિવેદન પર કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે રાહુલને ચૂંટણી પંચે સંભાળીને ભાષણ કરવાની સલાહ આપી છે. અને મોદીએ જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો છે.

English summary
The Congress has filed a complaint with the Election Commission against BJP’s prime ministerial candidate Narendra Modi over his remarks against Sonia and Rahul Gandhi during Chhattisgarh poll campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X