'બાથરૂમમાં રેઇનકોટ'વાળા નિવેદન પર ભડક્યા લોકો, કરી માફીની માંગણી

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે રાજ્યસભા માં રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે લાગી રહ્યું હતું, કે જાણે તેઓ કોઇ ચૂંટણી અભિયાનમાં ભાષણ આપી રહ્યાં છે. પીએમ મોદીએ ભૂતપૂર્વ યૂપીએ સરકાર પર જડબાતોડ વાણી પ્રહારો કર્યા હતા. તેમના વાણી પ્રહારોમાંથી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ બચી ન શક્યા.

narendra modi

નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, તેના કાર્યકાળમાં આટલો ભ્રષ્ટાચાર થયો છતાં, તેમની પર એક પણ ડાઘ ન લાગ્યો. તેમણે મજાકિયા અંદાજમાં આગળ કહ્યું કે, બાથરૂમમાં પણ રેઇનકોટ પહેરીને નાહવાની કળા તો કોઇ ડૉક્ટ સાહેબ પાસેથી શીખે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન બાદ કોંગ્રેસે રાજ્યસભામાંથી વિદાય લઇ લીધી. સ્વાભાવિક છે કે, પીએમના આવા નિવેદનથી કોંગ્રેસ ભડકી ઉઠે તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર પણ લોકોએ પીએમના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે.

અહીં વાંચો - PM મોદીએ લગાવ્યો મનમોહન પર આરોપ, વિપક્ષનું વોકઆઉટ

પીએમ મોદીના આ નિવેદન બાદ ટ્વીટર પર લોકો પોતાના રોષ વ્યક્ત કર્યો છે. આ નિવેદન કર્યાના થોડા સમય બાદ જ ટ્વીટર પર #JaahilPMModi ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. કોઇ પીએમના આ નિવેદનને તેમનો ઘમંડ કહ્યો, તો કોઇએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તો બીજી કોંગ્રેસે માંગણી કરી છે કે, પીએમ પોતાના આ નિવેદન બદલ માફી માંગે.

English summary
After Modi's 'Bathroom mein raincoat' statement on Former Prime Minister Manmohan singh, #JaahilPMModi started trending on Twitter.
Please Wait while comments are loading...