For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનાએ ભાજપને ગણાવ્યું અભિમાની, અનંત ગીતે આપી શકે છે રાજીનામું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો પ્રથમ કેબિનેટ વિસ્તાર થઇ ગયું. સરકારમાં 21 નવા મંત્રી સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ કેન્દ્રમાં સરકારની સહયોગી શિવસેના આ વિસ્તરણથી ખુશ નથી. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાન તકરારની અસર હવે કેન્દ્રમાં દેખાઇ રહ્યો છે.

શિવસેના નેતા આનંદરાવે ભાજપને અભિમાની ગણાવી છે. જ્યારે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે અનંત ગીતે કેન્દ્રીય મંત્રીમંડળથી રાજીનામુ આપી શકે છે. ગીતેએ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી છે. ત્યારબાદ તેમના રાજીનામાના સમાચારે વધારે જોર પકડ્યું છે, કે શિવસેના મહારાષ્ટ્રમાં વિપક્ષમાં બેસશે અને આ બાબત પર રવિવારે સાંજ સુધી નિર્ણય લઇ લેવામાં આવશે.

uddhav thackeray
આ પહેલા, અનંત ગીતેએ માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી છે. સૂત્રો અનુસાર, ઉદ્ધવ અનંત ગીતેને રાજીનામાનું કહી શકે છે. રવિવારે સાંજે 4 વાગ્યે શિવસેના વિધાયક દળની બેઠક પણ મળવાની છે. આ લખાય છે ત્યારે માતોશ્રીમાં બંધ દરવાજાની અંદર બેઠક ચારી રહી છે.

બીજી તરફ, મહારાષ્ટ્રમાં રાજકિય માથાપચ્ચીની વચ્ચે શિવસેના નેતા સુરેશ પ્રભુને પણ મંત્રિમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે પહેલા આવેલ આ સમાચાર અનુસાર અનિલ દેસાઇ સમારંભમાં હાજરી આપી નહી. પ્રભુના કેબિનેટમાં સામેલ થવાને લઇને પણ શિવસેના નારાજ છે.

નોંધનીય છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહેલા જ માંગ કરી ચૂક્યા હતા કે મહારાષ્ટ્રની દેવેંદ્ર ફડણવીસ સરકાર દ્વારા વિશ્વાસ મતનો સામનો કરતા પહેલા જ તેમની પાર્ટીને રાજ્ય સરકારમાં સામેલ કરવા જોઇએ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ - શિવસેનાનો 25 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો હતો, જ્યારે ચૂંટણીમાં એક પણ પાર્ટીને પૂર્ણ બહુમતી નહી મળવાની સ્થિતિમાં બંને દળોની વચ્ચે લાંબા સમયથી રાજકીય ડ્રામા જારી છે.

English summary
After Modi cabinet expansion Anant Gite could be resign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X