For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુફ્તી હજી આંતકવાદીઓને મુક્ત કરવાના મૂડમાં

|
Google Oneindia Gujarati News

કુ્ખ્યાત આતંકવાદી મુસરત આલમને મુક્ત કરી જ્યાં સંસદથી લઇને સડક સુધી વિરોધ અને હંગામો હજી શમ્યો નથી ત્યાં જ જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ અન્ય કેટલાક આંતકવાદીઓને પણ મુક્ત કરવાના મૂડમાં છે.

નામોની ધોષણા

ભરોષાપાત્ર સૂત્રોથી મળતી જાણકારી મુજબ જલ્દી જ, જે આંતકવાદીઓને મુક્ત કરવાના છે તેમના નામની ધોષણા કરવામાં આવશે. આતંકવાદીઓને મુક્ત કરવા મામલે મુફ્તીનું તર્ક એવું છે કે આ આતંકવાદીઓ પર કોઇ પણ આરોપ સિદ્ધ નથી થયા માટે તેમને છોડી દેવા જોઇએ.

mufti

સંકટમાં છે સરકાર

જાણકારોનું કહેવું છે કે જો મુફ્તી આવું કરશે તો રાજ્ય સરકારનું ભવિષ્ય સંકંટમાં પડી જશે. કારણ કે આલમની મુક્તિ બાદ માત્ર તેનું સહયોગી ભાજપ જ નહીં કોંગ્રેસના જમ્મુ ક્ષેત્રના વિધાયકો પણ આ સરકારની વિરુદ્ધમાં છે. ભાજપના વિધાયકોએ તો ત્યાં સુધી કહી દીધું કે ભલે સરકાર પડે તો પડે પણ હવે કોઇ આતંકવાદીને છોડવાની વાત મુફ્તી ના કરે.

ભાજપના નેતા છે નારાજ

ભાજપના જમ્મુના ખાતેના નેતાઓનો આરોપ છે કે આલમને છોડ્યા પહેલા મુફ્તી સરકારે તેમનેે એક વાર પણ નથી પૂછ્યું. નોંધનીય છે કે આલમને 7 માર્ચે બારામુલ્લાની જેલથી મુક્ત કરવામાં આવ્યો હતો.

વધુમાં જમ્મુ કાશ્મીર મુદ્દાના જાણકાર પ્રેમ ભૂટાનું કહેવું છે કે આવી રીતે આતંકવાદીને મુક્ત કરવાથી સુરક્ષા દળોનું મનોબળ નબળું થઇ જશે કારણકે તેમણે તો જીવ પર ખેલીને આવા આંતકવાદીને પકડ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે આ મામલે ચૂપ ના બેસવું જોઇએ.

English summary
After Mushrat Alam, Mufti may free more terrorists. Meanwhile, parliament is debating the release of Alam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X