પંજાબમાં પરાલી બાળવાના મામલામાં આવ્યો ઘટાડો, કેબિનેટ મંત્રીએ ગણાવ્યા આંકડા
મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકાર દ્વારા ધાનના ભૂસાને બાળવા સામે જોરશોરથી ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના પરિણામે રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં પરાલી સળગાવવાના બનાવોમાં ઘટાડો થયો છે.
ચંદીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકાર દ્વારા ધાનના ભૂસાને બાળવા સામે જોરશોરથી ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના પરિણામે રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં પરાલી સળગાવવાના બનાવોમાં ઘટાડો થયો છે. વિજ્ઞાન, ટેક્નોલોજી અને પર્યાવરણ મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે પંજાબ રિમોટ સેન્સિંગ સેન્ટરના ડેટા મુજબ 15 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2022 સુધીમાં રાજ્યભરમાં 1847 પરાલી સળગાવવાના બનાવો નોંધાયા છે. જ્યારે વર્ષ 2021 અને 2020માં અનુક્રમે 2389 અને 5562 કેસ નોંધાયા હતા.

કેબિનેટ મંત્રીએ જણાવ્યુ હતુ કે ઘણા જિલ્લાઓમાં પરાલી સળગાવવાના સામાન્ય બનાવ નોંધાયા છે. તેમણે જણાવ્યુ કે રૂપનગર અને પઠાણકોટ જિલ્લામાં આગની કોઈ ઘટના નોંધાઈ નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે એસબીએસ નગર અને હોશિયારપુરમાં બે-બે ઘટનાઓ બની હતી. જ્યારે શ્રી મુક્તસર સાહિબ અને ભટિંડામાં આગની માત્ર ત્રણ ઘટનાઓ બની હતી. માનસા, બરનાલા, ફરીદકોટ અને એસએએસ નગર જિલ્લામાં અત્યાર સુધીમાં 10થી ઓછી આગની ઘટનાઓ નોંધાઈ છે. મીત હેયરે કહ્યુ કે આ આંકડાઓ સાબિત કરે છે કે ખેડૂતોએ પંજાબ સરકારના પરાલી બાળવા વિરોધી અભિયાન અને તેને રોકવા માટે સરકારના પર્યાવરણ મૈત્રીપૂર્ણ પ્રયાસોને સકારાત્મક સમર્થન આપ્યુ છે.
તેમણે કહ્યુ કે પંજાબ સરકારે પરાલીના યોગ્ય નિકાલ માટે ખેડૂતોને 90422 ખેતી મશીનો આપ્યા છે જ્યારે આ વર્ષે ખેડૂતોને 31000 વધુ મશીનો આપવામાં આવી રહ્યા છે. પર્યાવરણ મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે પંજાબના એર ક્વોલિટી ઈન્ડિકેક્સ (AQI)માં પણ ગયા વર્ષની સરખામણીમાં સુધારો થયો છે, કારણ કે પરાલી બાળવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. પંજાબનો ગુણવત્તા સૂચકાંક આ વર્ષે 93 છે જે ગયા વર્ષે આ સમય દરમિયાન 116 હતો. ઉલ્લેખનીય છે કે 0-50 વચ્ચે AQI સારુ માનવામાં આવે છે.. 51-100ની વચ્ચે સંતોષજનક, 101-200 ની વચ્ચે સામાન્ય, 201-300ની વચ્ચે ખરાબ, 301-400ની વચ્ચે ખૂબ જ ખરાબ અને 401-500ની વચ્ચે ખૂબ જ ગંભીર માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
