નોઇડામાં રહસ્યમય હાલતમાં ગુમ થઇ ફેશન ડિઝાઇનર શિપ્રા મલિક

દિલ્હી, નોઇડા અને ગાજિયાબાદમાં અવાર નવાર મહિલાઓના અપહરણ થવાની ધટનાઓ થતી રહેતી હોય છે. પહેલા ગાજિયાબાદથી એક સ્નેપડિલ એન્જિનીયર દિપ્તીની અપહરણનો કેસ અને હવે નોઇડાના પોશ વિસ્તારમાં રહેતી એક મહિલા ફેશન ડિઝાઇનના અપહરણની ધટના બતાવી રહ્યું છે કે દિલ્હી અને તેની આસપાસનો વિસ્તાર મહિલાઓની સલામતી માટે કેટલો સલામત છે.

નોઇડામાંથી એક પરણિત યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે. ફેશન ડિઝાઇનર તેવી આ મહિલાની ગાડી સંદિગ્ધ હાલતમાં મળી છે અને તેના ફોન નંબરમાં છેલ્લો ફોન પોલિસ કંટ્રોલરૂમને કરેલો બતાવે છે. ત્યારે સોમવારથી ગાયબ થયેલી આ મહિલાનો પરિવાર માની રહ્યો છે કે તેનું અપહરણ થયું છે ત્યારે શું છે આ આખી ધટના જાણો નીચે

શિપ્રા મલિક

શિપ્રા મલિક

નોઇડાના સેક્ટર 37માં રહેતી શિપ્રા મલિકના ગાયબ થતા તેના પરિવારજનોએ પોલિસ સ્ટેશનમાં ગુમ થવા અને અપહરણની શંકા હોવાનો કેસ દાખલ કર્યો છે.

શિપ્રા મલિક

શિપ્રા મલિક

શિપ્રા સેક્ટર 37માં તેના પતિ ચેતન મલિક સાથે રહે છે. ચેતન એક બિલ્ડર છે અને શિપ્રા એક ફેશન ડિઝાઇનર. બન્નેની લવ મેરેજ થઇ હતી.

બુટીક જતી વખતે બની ધટના

બુટીક જતી વખતે બની ધટના

પ્રાપ્ત માહિતી મુજબ શિપ્રાએ પર્લ એકેડમી દ્વારા ફેશન ડિઝાઇનીંગનો કોર્સ કરીને નોઇડામાં જ પોતાનું એક બુટિક ખોલ્યું છે. સોમવારે ડિઝાઇનિંગના કામથી તે ચાંદની ચોક જવાની હતી ત્યારે જ આ ધટના બની છે.

સફેદ રંગની સ્વિફ્ટ

સફેદ રંગની સ્વિફ્ટ

સોમવારે બપોરે શિપ્રા સફેદ રંગની સ્વિફ્ટ કારમાં ઘરેથી નીકળી હતી. સાંજ સુધી પરત ના ફરતા શોધ કરતા તેની કાર સેક્ટર 29માં મળી

પોલિસ તપાસ

પોલિસ તપાસ

પોલિસ તપાસમાં શિપ્રાની કારની ડ્રાઇવરની વિન્ડો સીટ અને ગેટ ખુલ્લો હતો. અને ગાડીની ચાવી બ્રેક પાસે જ નીચે પડી હતી.

લાસ્ટ લોકેશન

લાસ્ટ લોકેશન

શિપ્રાના કોલની લાસ્ટ લોકેશન લાજપત નગર બતાવી છે તેણે છેલ્લે દિલ્હી પોલિસના કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો પણ કોલ ઉપાડવાની સાથે જ ફોન ડિસકનેક્ટ થઇ ગયો હતો.

ખંડણી

ખંડણી

જો કે શિપ્રાના પરિવાર પાસે હજી સુધી ખંડણીનો તો કોઇ કોલ આવ્યો નથી પણ સોમવારથી શિપ્રાના ગાયબ થયા બાદ તેનો પરિવાર ખૂબ જ ચિંતત છે.

પોલિસ તપાસ

પોલિસ તપાસ

ત્યારે આ કેસને જોઇ રહેલા એસપી સિટી દિનેશ યાદવે જલ્દી આ કેસમાં તપાસ કરી શિપ્રાની શોધ કરવાનું જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X