સ્ટિંગમાં ખુલાસા બાદ ઇન્ડિયા ટૂડે ગ્રુપે સી-વોટરના સર્વેને કર્યો રદ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી પહેલા એક ખાનગી ન્યૂઝ ચેનલે પોતાના સ્ટિંગ ઓપરેશનથી જે સનસનીખેસ ખુલાસો કર્યો છે તેનાથી દેશભરમાં હોબાળો મચી ગયો છે. ન્યૂઝ ચેનલ ન્યૂઝ એક્સપ્રેસે ચૂંટણી પૂર્વે કરાવેલા સર્વેક્ષણો અંગે ખુલાસો કર્યો છે કે સર્વે કરવાનાર કેટલીંક એજન્સીઓ રૂપિયાને ખાતર તથ્યોને તોડીને રજૂ કરે છે. ચેનલે 11 સર્વેક્ષણ એજન્સીઓ અંગે ખુલાસો કર્યો છે જેમાં ક્યૂઆરએસ, ઇપસોસ ઇન્ડિયા, સી વોટર, એમએમઆર, હબ પલ્સ, ડીઆરએસ, ન્યૂઝ સ્ટ્રીટ ડિજિટલ મીડિયા, લીડ ટેક મેનેજમેન્ટ કંસલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ, વૈષ્ણો કોમટેક, આરડીઆઇ, ઓકટેલ જેવી મોટી એજન્સીઓનો સમાવેશ થાય છે.

સૌથી ખાસ વાત એ છે કે સ્ટિંગ ઓપરેશનના તત્કાલ બાદ ઇન્ડિયા ટૂડેએ પોતાના સી-વોટર એજન્સી દ્વારા કરવામાં આવેલા તમામ ઓપિનિયન પોલને રદ કરી દીધા છે. સમૂહના એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે તપાસનું સંજ્ઞાન લીધું છે અને સ્ટિંગમાં ખૂબ જ ગંભીરતાથી લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહ્યા છે. સમૂહે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સર્વેક્ષણ માટે સી-વોટર ન્યૂઝ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી મે મહીનામાં યોજાવાની છે.

sting operation
ત્યારે ન્યૂઝ એક્સપ્રેસ ચેનલ દ્વારા કરાવવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે સર્વે કરનારી એજન્સીઓ રાજનીતિ દળો અને મીડિયા હાઉસ પાસેથી રૂપિયા લઇને મનમુજબ પરિણામ રજૂ કરી દે છે. રૂપિયા લઇને સર્વેના પરિણામો મનમૂજબ વધારવામાં અથવા ઘટાડવામાં આવે છે. તેમજ આ ખુલાસામાં આ વાત સામે આવી છે કે ઓપિનિયન પોલના કારોબારમાં કાળાનાણાનો ઉપયોગ થઇ રહ્યો છે. ઘણી રિસર્ચ એજન્સીઓ સર્વે માટે મોટી સીમા સુધી રોકડ રકમ લેવા માટે પણ તૈયાર થઇ ગઇ. આ ખુલાસા બાદ લોકોનો આ ચૂંટણીલક્ષી પરિણામ પરથી પણ વિશ્વાસ ઊઠી ગયો છે.

English summary
The India Today Group said on Tuesday that it was suspending all opinion polls being carried out by polling agency C-Voter for the group.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X