સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી પ્રિયા

કોર્ટે સંજય દત્તને પાંચ વર્ષની સજા સંભળાવી છે. જોકે સંજય દત્ત આ મામલે 18 મહીનાની જેલની સજા ભોગવી ચૂક્યા છે, માટે સંજુએ હવે 3 વર્ષ અને 6 મહિનાની જેલની સજા ભોગવવી પડશે.
કોર્ટે જ્યારે નિર્ણય સંભળાવ્યો ત્યારે સંજય દત્ત પોતાના મુંબઇ ખાતેના ઘરમાં હાજર હતો. જોકે તેઓ કોર્ટ ન્હોતા ગયા પરંતુ, તેમણે તેમની તમામ શુટીંગ રદ કરી દીધી હતી. નિર્ણય સાંભળવા માટે તેમની બહેન અને કોંગ્રેસ સાંસદ પ્રિયા દત્ત કોર્ટમાં ગઇ હતી. જ્યારે અદાલતે સંજય દત્તને સજા સંભળાવી તો પ્રિયા દત્તની આંખોમાંથી આંસુ આવી ગયા.
કોર્ટના નિર્ણયને પડકાર આપવા માટે તેમણે ચાર અઠવાડિયામાં રિવ્યૂ પીટીશન દાખલ કરવી પડશે. જો તેઓ એવું નહી કરી શક્યા તો તેમણે બોમ્બે હાઇકોર્ટમાં આત્મસમર્પણ કરવું પડશે.












Click it and Unblock the Notifications
