વાઢેરા બાદ હવે પ્રિયંકા ગાંધીની સંપત્તિનો થશે ખુલાસો!

ભાજપના સાંસદ અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારજીએ પત્ર લખીને અમને જણાવ્યું છે કે પ્રિયંકા વાઢેરાના પરિવારની એક સંપત્તિ શિમલામાં પણ છે. તે અંગેની મારી પાસે કોઇ માહિતી નથી પરંતુ આ સંપત્તિ કરોડો રૂપિયાની છે. તે સંપત્તિને તમે આ યાદીમાં સમાવેશ કરો. તમારા આ મહત્વપૂર્ણ અભિયાનમાં આખો દેશ તમારી સાથે છે.
હિમાચલ પ્રદેશમાં હાલ ભાજપની સરકાર છે. તેમના માટે આ અંગેની તપાસ મેળવવી એકદમ સરળ છે કે ખરેખર શિમલામાં પ્રિયંકા વાઢેરાની કોઇ સંપત્તિ છે કે નહીં અથવા કેટલી છે.
આવા સમયે શાંતા કુમારજીનું કહેવું છે કે તેમની પાસે આ અંગે કોઇ જાણકારી નથી. પરંતુ સમજણ પડતી નથી. પોતાની પાર્ટીની સરકાર પાસેથી આ અંગે તે તરત જ માહિતી મેળવી શકે છે. અમે શાંતા કુમારજી અને મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલજીને અપીલ કરીએ છીએ કે તે જનતાને જણાવે કે શું ખરેખર પ્રિયંકા-વાઢેરાની શિમલામાં સંપત્તિ છે. શાંતા કુમારજી કહી રહ્યાં છે કે અમને ખબર પડી છે કે હિમાચલમાં કોઇ બહારની વ્યક્તિને સરકારની પરવાનગી વિના જમીન ખરીદવાનો હક નથી. જો આ સત્ય હોય તો પ્રિયંકાને જમીન ખરીદવાની પરવાનગી ક્યારે અને કઇ સરકારે આપી?












Click it and Unblock the Notifications
