બંપર જીત બાદ પીએમ મોદી બોલ્યા 'દેશના કોટિ કોટિ નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી'
લોકસભા ચૂંટણી 2019માં બંપર જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી સ્થિત ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. જ્યાં કાર્યકર્તાઓને તેમણે કહ્યુ કે દેશના કોટિ કોટિ નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે.
લોકસભા ચૂંટણી 2019માં બંપર જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી સ્થિત ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. જ્યાં કાર્યકર્તાઓ સામે પોતાની વાત મૂકી. કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે આજે સ્વયં મેઘરાજા પણ આ વિજયોત્સવમાં જોડાવા માટે આપણી વચ્ચે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અમે બધા દેશવાસીઓ પાસે નવા ભારત માટે જનાદેશ લઈને ગયા હતા. આજે અમે જોઈ રહ્યા છે કે દેશના કોટિ કોટિ નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે.

17 રાજ્યોની 50 ટકાથી વધુ જનતાએ ભાજપને મત આપ્યો
પીએમ મોદીએ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. અમિત શાહે કહ્યુ કે આ ઐતિહાસિક વિજય માટે દેશની જનતાનું અભિનંદર કરુ છુ. અમિત શાહે કહ્યુ કે છેલ્લા પાંચ વર્ષોમાં આ સરકારે ઘણા ઠોસ પગલા લીધા. ઘણી રીતે આ જીત ઐતિહાસિક જીત છે. દેશની અંદર 50 વર્ષો બાદ પહેલી વાર કોઈ પૂર્ણ બહુમતથી શાસન કરનારા પ્રધાનમંત્રી ફરીથી પૂર્ણ બહુમત સાથે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. આ દરમિયાન અમિત શાહે દિલ્લીમાં ચૂંટણી પહેલા ગઠબંધન નિશાન સાધ્યુ. અમિત શાહે કહ્યુ કે દેશના 17 રાજ્યોની અંદરના 50 ટકા જનતાએ ભાજપને મત આપ્યો છે. આ પ્રચંડ વિજય જે જનતાએ અપાવ્યો છે તો એક તરફ પીએમ મોદીને જીતાવ્યા છે તો બીજી તરફ કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ વિજય ભાજપની મોદી સરકાર જેણે 2014-2019 સુધી સબકા સાથ-સબકા વિકાસની નીતિથી કામ કર્યુ, તે આ નીતિનો વિજય છે.
|
જાતિવાદી પાર્ટીઓનું કોઈ મહત્વ રહેવાનુ નથી
અમિત શાહે કહ્યુ કે ઉત્તર પ્રદેશની અંદર સપા-બસપા જ્યારે ભેગા થયા તો મીડિયાવાળા પણ પૂછતા હતા કે યુપીમાં શું થશે. પરંતુ યુપીમાં ભાજપે સપા-બસપાને 60 સીટોથી હરાવીને જીત મેળવી છે. આ જાતિવાદી પાર્ટીઓનું કોઈ મહત્વ રહેવાનું નથી. પાંચ વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે દેશના 50 કરોડ ગરીબ પરિવારોનું જીવન સ્તર ઉઠાવવા માટે આઝાદીના 70 વર્ષો બાદ પહેલી વાર સાર્થક પગલુ ઉઠાવ્યુ. કરોડો ગરીબ પરિવારોના આશીર્વાદ તેમના જનસમર્થન અમારી વિજયનો આધાર બન્યા છે.

આ પોતાનામાં લોકતાંત્રિક વિશ્વના ઈતિહાસની સૌથી મોટી ઘટના
પીએમ મોદીએ કહ્યુ કે આ જે મતદાનના આંકડા છે તે પોતાનામાં લોકતાંત્રિક વિશ્વના ઈતિહાસની સૌથી મોટી ઘટના છે. દેશ આઝાદ થયો એટલા લોકસભાની ચૂંટણી થઈ પરંતુ આઝાદી બાદ આટલી ચૂંટણી થયા બાદ સૌથી વધુ મતદાન આ ચૂંટણીમાં થયુ છે. હું આ લોકતંત્રમાં લોકતંત્ર માટે જે જે લોકોએ બલિદાન આપ્યા છે, જે ઘાયલ થયા છે, તેમના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરુ છુ. પીએમ મોદીએ કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી ભારતના બંધારણ પ્રત્યે સમર્પિત છે. આ ચૂંટણીમાં હું પહેલા દિવસથી કહી રહ્યો હતો કે આ ચૂંટણી કોઈ પક્ષ નથી લડી રહ્યો, કોઈ ઉમેદવાર નથી લડી રહ્યો, કોઈ નેતા નથી લડી રહ્યો. આ ચૂંટણી દેશની જનતા લડી રહી છે.












Click it and Unblock the Notifications
