Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ સીટથી જબરદસ્ત જીત મેળવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાના સંસદીય વિસ્તારમાં જશે.

લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ સીટથી જબરદસ્ત જીત મેળવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાના સંસદીય વિસ્તારમાં જશે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર રાહુલ ગાંધી વાયનાડ જશે અને પોતાની જીત માટે લોકોનો આભાર માનશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટથી કુલ 431770 મતોથી રેકોર્ડ જીત મેળવી છે. વળી, પોતાની પારંપરિક સીટ અમેઠીથી આ વખતે રાહુલ ગાંધીને ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

rahul gandhi

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સંસદીય બોર્ડની બેઠકને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ, 'લોકસભામાં અમારા માત્ર 52 સાંસદ છે પરંતુ હું તમને ગેરેન્ટી આપુ છુ કે અમારા આ 52 સાંસદ ભારતીય જનતા પાર્ટીથી દરેક મોરચે મુકાબલો કરશે. અમે ભાજપને રોજેરોજ પછાડવા માટે પૂરતા છીએ. કોંગ્રેસ પાર્ટીના દરેક સભ્યએ આ યાદ રાખવુ જોઈએ કે તમારામાંથી દરેક નેતા બંધારણ બચાવવા માટે લડી રહ્યો છે, કોઈ ધાર્મિક ભેદભાવ વિના દેશના દરેક વ્યક્તિ માટે લડી રહ્યો છે. ભાજપના નેતા આપણી સાથે લડવા માટે નફરત અને ગુસ્સાનો ઉપયોગ કરે છે અને આવનારા સમયમાં તમને આનો આનંદ મળવાનો છે. આપણે આક્રમક બનવુ પડશે. આ સમય આત્મનીરિક્ષણ અને સંપૂર્ણપણે બદલાવનો છે.'

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ પર આ રાહુલ ગાંધીનો પહેલો હુમલો છે. ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામાની રજૂઆત કરી છે ત્યારબાદ સતત તેમને મનાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ રાહુલ ગાંધીએ પાર્ટીને સ્પષ્ટ કરી દીધુ છે કે પાર્ટીના અધ્યક્ષ માટે કોઈ અન્ય ચહેરાની શોધ કરવામાં આવે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X