For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઝલને ફાંસીની સજા પર કોણે શું કહ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરીઃ સંસદ પર હુમલો કરી દેશને અપમાનિત કરનાર આંતકવાદી અફઝલ ગુરુને ફાંસી આપવાના સરકારના નિર્ણયનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેના પર અલગ-અલગ રાજકિય દળો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે પરંતુ તમામનું કહેવું છે કે આ નિર્ણયે ઘણો સમય લગાવી દીધો. આ મુદ્દે પ્રતિક્રિયા આફતા ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે આ દેશ પર કરવામાં આવેલો હુમલો હતો અને તે સમયે કરવામાં આવ્યો હતો જ્યારે સંસદમાં પાર્ટીના લગભગ 100 સાંસદ ઉપસ્થિત હતા, જો કોઇ આતંકવાદી સંસદની અંદર પહોંચી જાત તો ઘણા લોકો મરી શક્યા હોત. આ દેશના લોકતંત્ર પર કરવામાં આવેલો હુમલો હતો.

રાજકિય વિશ્લેષક તેના રાજકિય અર્થ કાઢવાથી બચી રહ્યાં છે તેમનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને રાજકારણથી જોડીને ના જોવો જોઇએ. આ એક મોટો નિર્ણય છે અને જનતાએ તેનું સ્વાગત કરવું જોઇએ. તેનાથી દેશના દુશ્મનોને એ સંદેશો મળે છે કે આપણે આતંકવાદીઓના મુદ્દે ચૂપ નહીં બેસી રહીએ અને તેમને યોગ્ય જવાબ આપીશું.

આ મુદ્દે સરકારે પણ ઘણી જોરદાર પ્રતિક્રિયા આપી છે. સૂચના પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ કહ્યું કે અમે કોઇ રાજકિય લાભ મેળવવા માટે અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી નથી. અફઝલ ગુરુના ભાઇએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકારે ચૂંટણીનો લાભ ઉઠાવવા માટે આ પગલું ભર્યું છે.

ચાલો જાણીએ કે અફઝલને ફાંસી પર કોણે શું કહ્યું

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સંસદ હુમલાના ગુનેગાર અફજલ ગુરૂને ફાંસી આપવામાં મોડું કરાયું છે પણ યોગ્ય પગલું ભર્યું છે. અફજલ ગુરૂને ફાંસીને ફાંસીના માંચડે ચડાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે દેર આયે દુરસ્ત આયે.

નીતીશ કુમાર

નીતીશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું કહેવું છે કે અંતે ન્યાયપ્રણાલીએ પોતાનું કામ કર્યુ અને દેશ પર હુમલો કરનારાને ફાંસી આપવામાં આવી, જો કે તેમણે એમ પણ કહ્યું કે આ કામ થોડું વહેલું થવું જોઇતું હતું.

માયાવતી

માયાવતી

આતંકવાદી અફઝલ ગુરુને ફાંસી આપવામાંના નિર્ણયનો સ્વાગત કરતા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે આતંકવાદને કોઇ જાતિ, સંપ્રદાય કે ધર્મ સાથે જોડીને ના જોવો જોઇએ, પરંતુ ગુન્હેગારો પર સમયસર કાર્યવાહી કરવામાં આવી જોઇએ.

રવિ શંકર પ્રસાદ

રવિ શંકર પ્રસાદ

ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદનું કહેવું છે કે આ નિર્ણયને થોડો પહેલા અમલમાં મુકવો જોઇતો હતો.

દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહે શનિવારે સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી પર લટકાવવાની ઘટનાને ન્યાયસંગત ગણાવતા કહ્યું કે, સંદિગ્દ આતંકવાદી વિરુદ્ધ સુનાવણી ત્વરિત ન્યાયાલયમાં થવી જોઇએ. કેન્દ્ર સરકારે કાયદા અનુસાર નિર્ણય લીધો છે. જે કોઇપણ આતંકવાદ સાથે જોડાયેલું હોય તેની આવું જ થવું જોઇએ. હું કેન્દ્ર સરકારને અનુરોધ કરીશ કે આતંકવાદના મામલાઓની સુનાવણી ત્વરિત ન્યાયાલમાં કરાવવામાં આવે.

સુશીલ કુમાર શિંદે

સુશીલ કુમાર શિંદે

કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ શનિવારે કહ્યું કે આ સમય સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવેલી ઘટના પર રાજકારણ રમવાનો નહીં પરંતુ શાંતિ જાળવી રાખવાનો સમય છે. અફઝલને શનિવારે ફાંસી આપવામાં આવી છે.

કિરણ બેદી

કિરણ બેદી

કિરણ બેદીએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, જે કાંઇપણ થયું તે સારું થયું છે. મોડું થયું પરંતુ યોગ્ય અને ઉચિત કાર્ય થયું છે. કાયદાએ પોતાનો રંગ રાખ્યો છે.

મનિષ તિવારી

મનિષ તિવારી

કેન્દ્રીય સૂચના પ્રસાર મંત્રી મનિષ તિવારીએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ યોગ્ય પગલું ભર્યું છે. કાયદો અને પ્રશાસનને ધ્યાનમાં રાખીને અફઝલને ફાંસી આપવામાં આવી છે. ફાંસીનો નિર્ણય એકદમ ન્યાયિક હતો.

સંજય રાઉત

સંજય રાઉત

શિવસેનાના નેતા સંજય રાઉતે રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી છે.

ઓમર અબ્દુલ્લાહ

ઓમર અબ્દુલ્લાહ

જમ્મુ-કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે કાશ્મિરના લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.

English summary
Spokes person of BJP Ravi Shankar prasad said Afzal should be hanged before.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X