ઘુંટણીએ બેઠા બાદ ફરીથી અમિત શાહે CAA રાગ આલાપ્યો, કહ્યું- CAA લાગુ કરીને રહીશું
CAA લાગુ કરવાના બણગા ફુંક્યા બાદ ઘુંટણીએ બેસી ગયેલી કેન્દ્ર સરકારે હવે વોટબેંક માટે ફરીથી CAA રાગ આલાપ્યો છે. અમિત શાહે પશ્ચિમ બંગાળમાં લોકોને સંબોધતા સીએએ લાગુ કરવાનો દાવો કર્યો છે.
કોલકાતામાં બીજેપીના લોકસભા પ્રચારની શરૂઆત ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નાગરિકતા (સુધારા) કાયદાનો વિરોધ કરી શકે છે પરંતુ તે અટકશે નહીં.

અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારને તેનો અમલ કરતા કોઈ રોકી શકશે નહીં. અમિત શાહે તુષ્ટિકરણ, ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર અને રાજકીય હિંસાના મુદ્દાઓ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા અને લોકોને તેમની સરકારને હટાવવા અને આગામી સમયમાં બીજેપીને મત આપવા કહ્યું.
ગૃહમંત્રી અમિત શાહે, કોલકાતાથી લોકસભા ચૂંટણી માટે ભાજપના પ્રચારની શરૂઆત કરી. આ પ્રસંગે તેમણે પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર પર નિશાન સાધ્યું.
કોલકાતામાં એક રેલીને સંબોધતા શાહે તુષ્ટિકરણ, ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર અને રાજકીય હિંસાના મુદ્દાઓ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીકા કરી.
રેલીમાં અમિત શાહે શાહે નાગરિકતા સંશોધન કાયદા સામેના વિરોધનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી CAAનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આ કાયદાનો અમલ થતા કોઈ રોકી શકે તેમ નથી.
અમિત શાહે કહ્યું કે, CAA વિરુદ્ધ વિપક્ષના કડક વલણ વચ્ચે કેન્દ્ર સરકારે હજુ સુધી તેના નિયમો બનાવ્યા નથી. પરંતુ એ પણ સાચું છે કે કેન્દ્ર સરકાર નાગરિકતા (સુધારા) અધિનિયમનો અમલ કરશે અને તેને કોઈ રોકી શકશે નહીં.












Click it and Unblock the Notifications
