Agni-4 Ballistic Missile Test : હવે હાથ વેંતમાં પુરૂ પાકિસ્તાન, અગ્નિ-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ
Agni-4 Ballistic Missile Test : ભારતે અગ્નિ-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ છે. આ પરિક્ષણ સાથે ભારતે વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતામાં મોટો કુદકો માર્યો છે.
આજે વહેલી સવારે યોજાયેલા પરિક્ષણમાં ભારતે સફળતા મેળવી છે. ડીઆરડીઓના જણાવ્યા અનુસાર, ઓડિશામાં ટેસ્ટિંગ રેંજમાંથી અગ્નિ-4 મિસાઇલને લોંચ કરાઈ હતી અને તેને સફળતાપૂર્વક તેના પાથને ફોલો કરીને લક્ષ્યને હિટ કર્યુ છે.

અગ્નિ-4 ચાર હજાર કિલોમીટરની રેન્જવાળી મધ્યવર્તી-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે. આ પરીક્ષણ ભારતની મિસાઇલ ટેકનોલોજીની પ્રગતિની પુષ્ટિ કરવા સાથે આ ક્ષેત્રમાં તેની વ્યૂહાત્મક ડિટરન્સ ક્ષમતાઓને પણ મજબૂત બનાવે છે.
અગ્નિ-4 મિસાઇલ તે એક સોફિસ્ટિકેટેડ ગાઈડન્સ સિસ્ટમ અને ઘણા હથિયાર વિકલ્પોથી સજ્જ છે. જે તેની અસરકારકતા અને વિશ્વસનીયતામાં વધારો કરે છે. મિસાઇલનું સફળ પરીક્ષણ ભારતની શક્તિને પ્રોજેક્ટ કરવાની અને ઝડપથી વિકસિત ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપમાં તેના હિતોને સુરક્ષિત કરવાની ક્ષમતામાં મોટો માઈલ સ્ટોન છે.
અગ્ન 4 નું સફળ પરિક્ષણ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તે ભારતના પરમાણુ કાર્યક્રમનો એક ભાગ છે. વિશેષ બાબત એ છે કે અગ્નિ-4 મિસાઇલનો ફાયરપાવર 4,000 કિ.મી.થી વધુ છે. તે એક ક્ષણમાં દુશ્મન દેશના કોઈપણ ખુણે વાર કરી શકે છે. તેના સફળ પરીક્ષણને ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફનો સીમાચિહ્ન માનવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે, આ વર્ષે એપ્રીલની શરૂઆતમાં ભારતે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ આઇલેન્ડથી હાઈ-જનરેશન પરમાણુ અગ્નિ પ્રાઇમ બેલિસ્ટિક મિસાઇલની નવી જનરેશનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.












Click it and Unblock the Notifications
