For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિવારે ભારત કરશે ‘ચીન કિલર’ અગ્નિ-5નું પરિક્ષણ

By Super
|
Google Oneindia Gujarati News

ચીનના તમામ મોટા શહેરોને નિશાન બનાવી શકે તેવું સક્ષણ અંતર મહાદ્વીતિય બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું બીજૂ મહત્વપૂર્ણ પરિક્ષણ ઓરિસ્સા પાસે વ્હીલર દ્વિપ પર રવિવારે કરવામાં આવશે.

રક્ષા અનુસંઘાન અને વિકાસ સંગઠનના સૂત્રોએ જણાવ્યું કે, 5000 કિમી સુધી પ્રહાર કરનારી આ મિસાઇલના પરિક્ષણ માટેની તમામ તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. આ દરમિયાન મિસાઇલના તમામ ઉપકરણોને ચકાસવામાં આવશે અને રવિવારે સવારે અંદાજે સાત વાગ્યે તેને લોન્ચ કરવામાં આવશે.

સૂત્રો અનુસાર એક જ મિસાઇલમાં અનેક પરમાણુ બહુ મુખાસ્ત્ર લઇ જવાની નવી ટેક્નોલોજીથી અગ્નિ-5ને સુસજ્જિત કરવામાં આવશે, જેને વૈજ્ઞાનિક ભાષામાં મલ્ટીપલ ઇન્ડીપેન્ડેટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હિકલ એટલે કે એમઆઇઆરવી કહેવામાં આવે છે. સમજવામાં આવી રહ્યું છે કે, આ નવી પ્રણાલીને અગ્નિ-5ના આ બીજા પરિક્ષણમાં વિશેષ રીતે પારખવામાં આવશે. આ મિસાઇલનું પહેલું પરિક્ષણ ગત વર્ષે એપ્રિલમાં કરવામાં આવ્યું હતું અને બીજું જૂનમાં થવાનું હતું.

agni5
ડીઆરડીઓના પ્રમુખ પદ પર ડોક્ટર અવિનાશ ચંદર આવ્યા બાદ અગ્નિ-5નું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. ચંદર અગ્નિ-5 કાર્યક્રમના સૂત્રધાર માનવામાં આવે છે. તેઓ પોતે પણ આ પરિક્ષણ દરમિયાન વ્હીલર દ્વિપ પર હાજર રહેશે. અગ્નિ-5 ત્રણ ચરણવાળી મિસાઇલ છે, જેમાં મજબૂત ઇધણનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વધુ બે પરિક્ષણ થવાની સંભાવના છે અને 2015માં સેવામાં સામેલ કરી શકાય છે.
English summary
Agni V, India’s longest range, nuclear weapons capable surface to surface ballistic missile, will be tested from Wheeler Island in Odisha around September 15.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X