20 કરતા પણ વધારે મહિલાઓને ફસાવીને અશ્લીલ વીડિયો બનાવ્યો
ઉત્તરપ્રદેશમાં આગ્રા પોલીસે એક એવા યુવકની ધરપકડ કરી છે, જે મહિલાઓને બ્લેકમેલ કરીને તેમનું અપહરણ કરી લેતો હતો
ઉત્તરપ્રદેશમાં આગ્રા પોલીસે એક એવા યુવકની ધરપકડ કરી છે, જે મહિલાઓને બ્લેકમેલ કરીને તેમનું અપહરણ કરી લેતો હતો. તેને લગભગ બે ડઝન જેટલી મહિલાઓનું શોષણ કર્યું છે. તે મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવી અને તેમની ફોટો રાખતો હતો. એક મહિલાના ગાયબ થવા પર તેને શોધી રહેલા પતિએ જયારે પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી ત્યારે આ નરાધમ પોલીસની પકડમાં આવ્યો.
આ પણ વાંચો: પ્રેમિકાની હત્યા કરીને ઘરમાં જ લાશ દાટી, 6 મહિના પછી ખુલાસો

ગામની મહિલાઓનું જ શોષણ કરવા લાગ્યો
આ મામલો ચોકી બરહાન કસ્બાનો છે, જ્યાં ગોવિંદ સોની પુત્ર સ્વરૂપ વર્માની ક્રિષ્ના કોમ્યુનિકેશન નામથી બજારમાં દુકાન છે. દુકાનમાં રહીને તે રોજ અલગ અલગ અંદાઝમાં ફોટો ખેંચતો હતો. તેને ગામની ઘણી છોકરીઓને પોતાની જાળમાં ફસાવી અને તેમનું શોષણ કર્યું. ઘણી મહિલાઓ સાથે અવેધ સંબંધ બનાવીને તેમની અશ્લીલ વીડિયો બનાવી. ત્યારપછી તે તેમને બ્લેકમેલ કરવા લાગ્યો.

મહિલાના પતિને ધમકીઓ આપી
તેની કાળી કરતૂતોનો ભાંડો ત્યારે ફૂટ્યો ત્યારે એક વ્યક્તિને તેની પત્ની છોડીને ચાલી ગઈ. તે પીડિત વ્યક્તિએ આ બદમાશને જયારે પૂછ્યું ત્યારે તેને કહ્યું કે તે હું જ છું. ત્યારપછી તેને પીડિત પતિને ધમકી આપી અને કહ્યું કે તારી પત્નીના ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ કરી નાખીશ. ત્યારપછી પીડિત વ્યક્તિએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. પોલીસે તે બદમાસની ધરપકડ કરી. આરોપી પાસેથી લગભગ 400 જેટલા અશ્લીલ ફોટા મળી આવ્યા.

પોલીસ આખી ગેંગને શોધી રહી છે
ફોટો સહીત તેની પાસેથી 2 ડઝન કરતા પણ વધારે અલગ અલગ મહિલાઓના વીડિયો મળી આવ્યા. તેને કબૂલ કર્યું કે તેની સાથે બીજા પણ કેટલાક લોકો છે. પોલીસે તેની સામે કેસ નોંધીને ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીને તેની જાંચ સોંપી છે.












Click it and Unblock the Notifications
