For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત અને જાપાન વચ્ચે પહેલો કરાર સંપન્ન : વારાણસીને ક્યોટોની જેમ વિકસાવાશે

|
Google Oneindia Gujarati News

ક્યોટો, 30 ઓગસ્ટ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાંચ દિવસની જાપાન મુલાકાતના પ્રથમ દિવસે જ એક મોટો કરાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભારતના આધ્યાત્મિક નગરી વારાણસીને જાપાનના શહેર ક્યોટોની થીમ પર વિકસાવવામાં આવશે. આ કરાર અંતર્ગત વારાણસી એટલે કે કાશીને સ્માર્ટ સીટી તરીકે વિકસાવાશે. નોંધનીય છે કે વારાણસી એ નરેન્દ્ર મોદીની સંસદીય બેઠક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમય અનુસાર આજે બપોરે જાપાનના ઓસાકા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓ પાંચ દિવસની જાપાન યાત્રા પર છે. ઓસાકા લેન્ડ થયા બાદ તેઓ ક્યોટો શહેર જવા માટે રવાના થયા હતા. તેમનું સ્વાગત જાપાનના વડાપ્રધાન શિંજો એબે કર્યું હતું. ક્યોટો તરફ રવાના થતા એબે જ તેમની આગેવાની કરી હતી.

નોંધનીય છે કે પાંચ દિવસની જાપાન યાત્રા દરમિયાન ભારત અને જાપાન વચ્ચે રક્ષા, વેપાર, ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રો પર કરાર કરવામાં આવશે. વારાણસીના વિકાસ માટે ટોક્યોના મેયર અને ભારતીય રાજદૂત વચ્ચે સમજુતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં ઉપસ્થિત હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીને ક્યોટોની જેમ વિકસાવવા માંગે છે. આ દિશામાં પ્રયાસરૂપે આ કરાર કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં જાપાન સરકાર કાશીને ક્યોટોની જેમ સ્માર્ટ સિટી તરીકે વિકસાવશે.

નરેન્દ્ર મોદીની જાપાનમાં શાનદાર એન્ટ્રીની તસવીરો જોવા આગળ ક્લિક કરો...

1

1

નરેન્દ્ર મોદી ઇન જાપાન

2

2

નરેન્દ્ર મોદી ઇન જાપાન

3

3

નરેન્દ્ર મોદી ઇન જાપાન

4

4

નરેન્દ્ર મોદી ઇન જાપાન

5

5

નરેન્દ્ર મોદી ઇન જાપાન

6

6

નરેન્દ્ર મોદી ઇન જાપાન

7

7

નરેન્દ્ર મોદી ઇન જાપાન

8

8

નરેન્દ્ર મોદી ઇન જાપાન

9

9

નરેન્દ્ર મોદી ઇન જાપાન

10

10

નરેન્દ્ર મોદી ઇન જાપાન

English summary
Agreement between India and Japan : Varanasi will be developed on lines of Kyoto.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X