ખેડૂતો માટે ખુશ ખબર, રવિ સિઝન માટે NPK ખાતર સબસિડીને મંજૂરી આપાઇ
Agriculture News: વધતી જતી આંતરરાષ્ટ્રીય કિંમતો વચ્ચે કેન્દ્રીય કેબિનેટે બુધવારના રોજ ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરો માટે 22,303 કરોડની સબસિડી અને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરો માટે પોષક-આધારિત સબસિડી દરોને 2023-2023ની સિઝન માટે મંજૂરી આપી હતી.
અગાઉની રવિ સિઝનમાં, કેબિનેટે 51,875 કરોડની NBS સબસિડીને મંજૂરી આપી હતી, જેમાં નૂર સબસિડી મારફત સ્વદેશી ખાતર માટે સપોર્ટનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય આઇ એન્ડ બી પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે પર્યાપ્ત ઉપલબ્ધતા અને પોષણક્ષમ ભાવો સુનિશ્ચિત કરવા ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરો પરની સબસિડી માન્ય દરો પર આધારિત હશે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટના નિર્ણયથી બે મહત્વના ફાયદા થાય છે. સૌપ્રથમ, તે સુનિશ્ચિત કરશે કે, આ મહિને શરૂ થયેલી ચાલુ રવી સિઝન દરમિયાન ખેડૂતોને પોષણક્ષમ ભાવે ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરો ઉપલબ્ધ છે. બીજી તરફ તે ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરો પર સબસિડીને તર્કસંગત બનાવે છે, સરકારી સંસાધનોનો અસરકારક અને કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરે છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટના નિર્ણયથી ખેડૂતોને રવી સિઝન દરમિયાન સબસિડીવાળા, પોષણક્ષમ અને વાજબી ભાવે ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો બે ગણો ફાયદો થશે અને ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરો પર સબસિડીને તર્કસંગત બનાવવાની પણ ખાતરી થશે.
ખેડૂતોને નાઈટ્રોજન ખાતર 47.02 પ્રતિ કિલોના સબસિડીવાળા દરે, ફોસ્ફરસ ખાતર 20.82 પ્રતિ કિલોના દરે અને પોટેશિયમ ખાતર 2.38 પ્રતિ કિલોના દરે મળશે. કેનદ્ર સરકારે સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલી 2023-24 ખરીફ સિઝન માટે 38,000 કરોડની સબસિડી ફાળવી હતી.
NBS સ્કીમ, જે ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરો પર સબસિડીનું સંચાલન કરે છે, 1 એપ્રિલ, 2010 થી ખેડૂતોને સબસિડીવાળા ભાવે આવશ્યક પોષક તત્વોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
રવિ અને ખરીફ સિઝન દરમિયાન, સરકાર ખાતર ઉત્પાદકો અથવા આયાતકારો દ્વારા ખેડૂતોને સબસિડીવાળા ભાવે ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરના 25 ગ્રેડ ઉપલબ્ધ કરાવે છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવે ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. યુરિયા, ડીએપી, એમઓપી અને સલ્ફર જેવા ખાતર અને ઇનપુટ્સના આંતરરાષ્ટ્રીય ભાવમાં તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને, સરકારે ફોસ્ફેટિક અને પોટાસિક (ફોસ્ફરસ અને પોટેશિયમ) ખાતરો 01.10.23 થી 31.03.24 સુધી અસરકારક રવી 2023-24 માટે એનબીએસ દરો મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. ખાતર કંપનીઓને મંજૂર અને સૂચિત દરો અનુસાર સબસિડી આપવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે.
2023-24ના બજેટમાં સરકારે ખાતર સબસિડી માટે 1.75 ટ્રિલિયન ફાળવ્યા હતા, અને તેમાંથી 55 ટકા પ્રથમ પાંચ મહિનામાં ખર્ચ્યા હતા. 2022-23માં ખાતરની સબસિડી વધીને 2.55 લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચી હતી.
-
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
Middle East Conflict: ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી, ફોટો-વીડિયો લેવા પર પ્રતિબંધ






Click it and Unblock the Notifications
