For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતાઓની મુશ્કેલીઓ વધી

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચૉપર ડીલ કેસમાં કોંગ્રેસના અન્ય નેતાઓની પણ મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચૉપર ડીલ કેસમાં કોંગ્રેસના અન્ય નેતાઓની પણ મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી રાજીવ સક્સેનાની પૂછપરછ દરમિયાન તેણે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રાતુલ પુરી, કમલનાથના દીકરા બકુલ નાથ, વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને સલમાન ખુરશીદનો ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર કેસ 3000 કરોડ રૂપિયાના વીવીઆઈપી ચૉપર કૌભાંડનો છે. હાલમાં મુખ્ય આરોપી રાજીવ સક્સેના જામીન પર છે અને તેણે જાન્યુઆરી 2019માં દુબઈથી પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ભારત લાવવા પર ઈડીના અધિકારીઓએ રાજીવ સક્સેનાની પૂછપરછ કરી અને તેની 385 કરોડ રૂપિયાની સંપત્તિને અટેચ કરી લીધા. હાલમાં ઈડીએ આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા અને રાજીવ સક્સેનાને સરકારી સાક્ષી તરીકે અનુમોદનથી અસંમતિ દર્શાવી છે કારણકે રાજીવ સક્સેનાએ તથ્યોને સંપૂર્ણપણે સામે રાખ્યા નથી.

agusta scam

તમને જણાવી દઈએ કે રાજીવ સક્સેનાનુ નિવેદન લગભગ 1000 પાનાંનુ છે જેમાં દસ્તાવેજ પણ શામેલ છે. સક્સેનાના નિવેદનમાં એ વાત સામે આવી છે કે કેવી રીતે આ સમગ્ર કેસમાં યુપીએ સરકારનના બીજા કાર્યકાળમાં કૌભાંડ કરવામાં આવ્યુ. પહેલી કંપની ખુદ સક્સેનાની છે જેનુ નામ ઈન્ટરસ્ટેલર ટેક્નોલૉજીસ એન્ડ ગ્લોબલ સર્વિસીઝ છે અને બીજી કંપની ક્રિશ્ચિયન મિખેલ છે જેને 2019માં પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો કે જે હાલમાં જેલમાં છે.

સક્સેનાની પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે ડિફેન્સ ડીલર સુશેન મોહન ગુપ્તા અને કમલનાથના ભત્રીજા રાતુલ પુરી સાથે જ આ ડીલમાં લેવડ-દેવડ થઈ છે. તમને જણાવી દઈએ કે ગુપ્તા અને પુરી બંને જ કસ્ટડીમાં રહી ચૂક્યા છે અને હાલમાં જામીન પર બહાર છે. વળી, આ સમગ્ર કેસમાં કમલનાથનુ કહેવુ છે કે મે પહેલા પણ કહ્યુ છે કે આ કંપનીઓ કે પછી મારા ભત્રીજા રાતુલ પુરી સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડને મારી સાથે કોઈ લેવા દેવા નથી. જ્યાં સુધી મારી દીકરી બકુલ નાથની વાત છે તે એનઆરઆઈ છે અને દૂબઈમાં રહે છે. મે મારા દીકરાને આ વિશે પૂછ્યુ છે તેનુ કહેવુ છે કે હું આ કંપનીઓ વિશે નથી જાણતો, કોઈ પણ પ્રકારના દસ્તાવેજ કે બેંક દસ્તાવેજ આ વિશે પુષ્ટિ નથી કરતા કે મારા દીકરાને આની સાથે કોઈ લેવાદેવા છે.

Pics: જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા સફેદ ચાદરમાં લપેટાયુPics: જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા સફેદ ચાદરમાં લપેટાયુ

English summary
Agusta Westland case: Congress leaders surfaced in the interrogation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X