ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 પહેલા JMMનો આરોપ, ભાજપની કઠપૂતળી છે ચૂંટણી પંચ
Jharkhand Assembly Election 2024 Date: ચૂંટણી પંચ દ્વારા ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત આજે ત્રણ કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવે તેવી શક્યતા છે. આવામાં ઝારખંડ મુક્તિ મોરચાએ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
ઝારખંડ મુક્તિ મોરચાના સુપ્રિમો હેમંત સોરેને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઝારખંડ મુક્તિ મોરચા દ્વારા આ ગંભીર આરોપ એવા સમયે લગાવવામાં આવ્યો છે, જ્યારે ચૂંટણી પંચ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે.
ઝારખંડ મુક્તિ મોરચાના નેતા મનોજ પાંડે દ્વારા તેને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવનારી બાબત ગણાવી છે, અને ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ઝારખંડ મુક્તિ મોરચાના નેતા મનોજ પાંડે દ્વારા ચૂંટણી પંચની સ્વતંત્રતા પર આકરા શબ્દોમાં સવાલ ઉઠાવતા જણાવવામાં આવ્યું હતું કે, અમે ચૂંટણી માટે હંમેશા તૈયાર છીએ, પરંતુ આજે ચૂંટણી જાહેર થવાની છે, અને તેની જાણ ભાજપના નેતાઓને ગઈકાલે જ થઈ ગઈ હતી.

મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, આ બહુ ગંભીર બાબત છે. શું ચૂંટણી પંચ ભાજપના નેતાઓના ઈશારે કામ કરે છે? હિમંતા બિસ્વા સરમાએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે.
ચૂંટણી પંચને આ રીતે કઠપૂતળી બનાવી રાખવું એ ગંભીર બાબત છે. ચૂંટણી પ્રક્રિયામાં સંભવિત હેરાફેરી તરફ ઈશારો કરતા મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, આનાથી ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા અને નિષ્પક્ષતા અંગે શંકા ઉભી થાય છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે તમામ 81 બેઠકો પર મતદાન યોજાશે. જે રાજ્યની રાજકીય દિશા નક્કી કરશે. કારણ કે, વર્તમાન વિધાનસભાની મુદત 5 જાન્યુઆરી, 2025ના રોજ પુરી થઈ રહી છે.
નોંધનીય બાબત છે કે, ગત ઝારખંડ વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી. તેથી આ વખતની ચૂંટણીનું મહત્વ વધુ વધી જાય છે. જેમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યમાં રાજકીય વિકાસના કેન્દ્રમાં રહે છે. 4 જુલાઈ, 2024 ના રોજ, તેમણે તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા, પરંતુ તેમના રાજકીય જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.
જેમાં મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડનો પણ સમાવેશ થાય છે. હેમંત સોરેનની રાજકીય સફર સૌપ્રથમ 13 જુલાઈ, 2013ના રોજ મુખ્યમંત્રી તરીકેના શપથ લઈને શરૂ થઈ હતી, અને ત્યારથી તેઓ ઝારખંડના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
જેએમએમ દ્વારા લગાવવામાં આવેલા આરોપોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, શું ચૂંટણી પંચ તેની નિષ્પક્ષતા જાળવી રાખવામાં સક્ષમ છે. ચૂંટણી પંચ પર ભાજપને ચૂંટણીની તારીખો સમય પહેલા જણાવવાનો આરોપ છે તે ગંભીર બાબત છે.
જે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉભા કરે છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. રાજ્યનું રાજકારણ ગરમાયું છે અને ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવી એ ચૂંટણી પંચ માટે મોટો પડકાર બની ગયો છે. જેએમએમના આ આરોપે ઝારખંડમાં આગામી ચૂંટણીને લઈને વાતાવરણ વધુ સંવેદનશીલ બનાવી દીધું છે.












Click it and Unblock the Notifications
