For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમલેશ તિવારી હત્યાકાંડઃ અમદાવાદ કોર્ટે આરોપીઓના 72 કલાકના ટ્રાંઝિટ રિમાન્ડ આપ્યા

લખનઉમા હિંદુ સમાજના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓને અમદાવાદ કોર્ટે 3 દિવસના ટ્રાંઝિટ રિમાન્ડ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

લખનઉમા હિંદુ સમાજના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓને અમદાવાદ કોર્ટે 3 દિવસના ટ્રાંઝિટ રિમાન્ડ આપ્યા છે. હવે કમલેશ તિવારીની હત્યાના આરોપીઓને પૂછપરછ માટે ગુજરાતથી લખનઉ લાવવામાં આવશે. જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા આજે હિંદુ નેતા કમલેશ તિવારીના પરિજનોએ લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. કોર્ટે 24 કલાકની ટ્રાંઝિટ રિમાંડ મંજૂર કરી લીધા છે.

kamlesh tivari

હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડમાં ઉત્તર પ્રદેશ પોલિસે શનિવારે ત્રણ જણની ગુજરાતના સુરતમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આ આરોપીઓને પોલિસે રવિવારે કોર્ટમાં હાજર કર્યા અને તેમના ટ્રાંઝિટ રિમાન્ડની માંગ કરી હતી. જેનો કોર્ટે સ્વીકાર કરી લીધો. કોર્ટમાંથી ટ્રાંઝિટ રિમાન્ડ મળ્યા બાદ હવે યુપી પોલિસ આ ત્રણે (મોહસિન શેખ, ફૈઝાન અને રાશિદ પઠાણ) ને સોમવારે બપોરે ટ્રાંઝિટ રિમાન્ડ પર લખનઉ લાવશે. જ્યાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.

વળી, બીજી તરફ રવિવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કમલેશ તિવારીના પરિજનોની મુલાકાત કરી. સીએમે પણ ભરોસો આપ્યો છે કે કમલેશની હત્યામાં દોષી લોકોને છોડવામાં નહિ આવે. સાથે પરિવારના લોકોએ સીએમને એક માંગ પત્ર પણ સોંપ્યો છે જેમાં ખુર્શીદાબાગનુ નામ બદલીને કમલેશ બાગ રાખવાની માંગ કરવામાં આવી છે. કમલેશ તિવારીની માએ આ મુલાકાત બાદ યુપી પોલિસને વલણ પર એક વાર ફરીથી સવાલ ઉઠાવ્યા છે.

સીએમ યોગી સાથે મુલાકાત બાદ કમલેશ તિવારીની મા કુસુમ તિવારીએ દાવો કર્યો છે કે સીએમ યોગી આદિત્યનાથીને મળવા માટે પોલિસે ભારે દબાણ કર્યુ હતુ. અને અમને જબરદસ્તી લખનઉ લાવવામાં આવ્યા. મુખ્યમંત્રીયોગી સાથે મુલાકાત બાદ તેમણે કહ્યુ કે હું સંતુષ્ટ નથી. કમલેશ તિવારીની માએ કહ્યુ કે હિંદુધર્મમાં 13 દિવસ સુધી ક્યાંય જતા નથી પરંતુ અમને જબરદસ્તી સીતાપુરથી લખનઉ લાવવામાં આવ્યા. કમલેશની મા કુસુમ તિવારીએ એ પણ કહ્યુ કે જો ન્યાય ના મળ્યો તો અમે તલવાર ઉઠાવીશુ.

આ પણ વાંચોઃ Gujarat By Election 2019 LIVE: 6 વિધાનસભા સીટ પર આજે થશે પેટા ચૂંટણી, મેળવે લેટેસ્ટ અપડેટઆ પણ વાંચોઃ Gujarat By Election 2019 LIVE: 6 વિધાનસભા સીટ પર આજે થશે પેટા ચૂંટણી, મેળવે લેટેસ્ટ અપડેટ

English summary
Ahmedabad court grants 72 hours transit remand for3 accused in Kamlesh Tiwari murder case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X