અમદાવાદ પોલીસને મળશે આસારામની કસ્ટડી
અમદાવાદ, 9 ઓક્ટોબર: શારિરીક શોષણના આરોપમાં જેલની હવા ખાઇ રહેલા આસારામ રોજ નવા ખુલાસાઓથી ઘેરાઇ રહ્યા છે. તેમની પર રોજ નવા યોન શોષણને લગતા આરોપો લાગી રહ્યા છે. છેલ્લા સમાચાર અનુસાર હવે અમદાવાદ પોલીસ આસારામની કસ્ટડી લેવા જઇ રહી છે. આના માટે અમદાવાદની પોલીસે કોર્ટ પાસે ટ્રાન્સફર વોરન્ટ લઇ લીધા છે.
વર્તમાનમાં આસારામ જોધપુરની જેલની હવા ખાઇ રહ્યા છે, અને અમદાવાદ પોલીસ તેમની કસ્ટડી ત્યાંથી જ સ્વીકારશે. જ્યારે ત્રણ દિવસ બાદ પણ આસારામના પુત્ર નારાયણ સાઇની શોધ માટે 6 પોલીસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. હાલમાં પોલીસને તેની કોઇ ભાળ નથી. પોલીસ દ્વારા તેમના સુરતના જહાંગીરપુરા આશ્રમમાં પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ નારાયણ સાઇનો કોઇ પત્તો લાગ્યો નહીં.

અત્રે ઉલ્લેખનીય છે સુરતની બે પીડિતો દ્વારા બાપ અને બેટા સામે ફરિયાદ નોંધાતા બંનેની પર કાનૂની ગાળીયો આવી ગયો છે. બે પીડિતાઓમાંથી એકે નારાયણ સાઇ સામે સુરતમાં અને આસારામ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ હતી.












Click it and Unblock the Notifications
