કપિલની વધી મુશ્કેલી, એર ઇન્ડિયા તરફથી મળશે નોટિસ?

Written By:
Subscribe to Oneindia News

લોકપ્રિ કોમેડિયન કપિલ શર્મા ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. એક બાજુ કપિલની ગેર-વર્તણુકને કારણે તેના સાથીદારોએ ધ કપિલ શર્મા શો છોડી દીધો છે, તો બીજી બાજુ એર ઇન્ડિયા કપિલને નોટિસ ફટકારવાની તૈયારી કરી રહ્યું છે.

kapil sharma

લાગે છે કે, વિમાન યાત્રા દરમિયાન વીઆઇપી મુસાફરોના ગેરવર્તનથી ત્રસ્ત એર ઇન્ડિયાએ હવે આવા બનાવો પર રોક લગાવવાનો નિર્ણય લઇ લીધો છે. થોડા દિવસ પહેલાં જ શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડના ભારતીય ફ્લાઇટમાં યાત્રા કરવા પર પ્રતિબંધ મુકાવામાં આવ્યો છે. હવે કપિલ શર્માનો વારો છે.

કપિલને મળશે વોર્નિંગ

16 માર્ચના રોજ ઑસ્ટ્રેલિયામાં શો કરીને ભારત પરત ફરી રહેલ કપિલ શર્માએ ફ્લાઇટમાં દારૂના નશામાં પોતાના મિત્ર અને કો-એક્ટર સુનીલ ગ્રોવર સાથે ગેર-વર્તણુક કરી હતી. એર ઇન્ડિયાના ચીફ લોહાનીએ આ બનાવની વિગતો માંગી છે. આ અઠવાડિયામાં જ કપિલ શર્માને વોર્નિંગ નોટિસ મોકલવામાં આવશે.

સ્ટાફ પર કરી હતી અપશબ્દોની વર્ષા

ઉપલબ્ધ જાણકારી અનુસાર કપિલ શર્માએ દારૂના નશામાં પોતાના સાથીદારો ઉપરાંત એર ઇન્ડિયાના સ્ટાફને પણ અપશબ્દો કહ્યા હતા. કેબિન ક્રૂ દ્વારા કપિલને શાંત પાડવામાં આવ્યા હતા. પરંતુ થોડા વાર બાદ ફરી તેઓ ઊભા થઇને પોતાના સાથીદારો પર વરસી પડ્યા હતા. આ વખતે ફ્લાઇટના પાયલટે આ મામલામાં દખલઅંદાજી કરવાની ફરજ પડી હતી.

અહીં વાંચો - ઇન્ડિગોએ શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડની ટિકિટ કરી રદ્દ

રવિન્દ્ર ગાયકવાડનું નામ બ્લેકલિસ્ટમાં

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે સીટના મામલે એર ઇન્ડિયાના સ્ટાફ સાથે મારપીટ કરી હતી. તેમણે ચંપલથી સ્ટાફના સભ્યની પિટાઇ કરી હતી. ત્યાર બાદ ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સની બ્લેક લિસ્ટમાં રાવિન્દ્ર ગાયકવાડનું નામ ઉમેરવામાં આવ્યું છે.

English summary
After telling Shiv Sena, MP, Ravindra Gaikwad that he is no longer welcome on Indian flights, Air India is set to warn popular TV comedian, Kapil Sharma.
Please Wait while comments are loading...