
દક્ષિણ ભારતના આ મોટા પક્ષ સાથે ગઠબંધન કરશે ભાજપ, જલ્દી થઈ શકે છે એલાન
તમિલનાડુમાં સત્તાધારી પાર્ટી એઆઈએડીએમકે અને ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં એકસાથે આવી શકે છે કારણકે ભાજપનું નામ લીધા વિના તમિલનાડુના ઉપમુખ્યમંત્રી અને એઆઈએડીએમકેના સમન્વયક ઓ પનીરસેલ્વમે રવિવારે કહ્યુ છે કે પાર્ટીના નેતા આગામી લોકસભા ચૂંટણી માટે એક સહયોગી રાષ્ટ્રીય પાર્ટી સાથે વાતચીત કરી રહી છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટી પહેલેથી જ ડીએમકે સાથે ગઠબંધન કરી ચૂકી છે.

ભાજપને છે સહયોગી પક્ષની જરૂર
કોંગ્રેસ ડીએમકે ગઠબંધન બાદ તમિલનાડુના ભાજપને પણ એક સહયોગી પક્ષની જરૂર છે. જો કે ભાજપ સાથે ગઠબંધન અંગે AIADMKના ઘણા વરિષ્ઠ નેતા જેમાં લોકસભાના ઉપાધ્યક્ષ એમ થંબીદૂરઈ પણ છે તેમણે કોઈ પણ ગઠબંધનને વિરોધ કર્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તમિલનાડુના મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી કે જે પાર્ટી સમન્યવકોમાંના એક છે તે ભાજપ સાથે ગઠબંધન અંગે વાતચીત કરી રહ્યા છે.

ઓ પનીરસેલ્વમે આપ્યા ગઠબંધનના સંકેત
એઆઈએડીએમકેના સમન્વયક ઓ પન્નીરસેલ્વમે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે અમે રાજ્ય અને રાષ્ટ્રીય બંને પક્ષો સાથે વાત કરી રહ્યા છે. અમે સમાન વિચારધારાવાળા અને ફ્રેન્ડલી પાર્ટી સાથે ગઠબંધન કરી રહ્યા છે. અમારુ ગઠબંધન ભવ્ય હશે. તમને જણાવી દઈએ કે પન્નીરસેલ્વનનું આ નિવેદન ત્યારે આવ્યુ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ 10 ફેબ્રુઆરીએ તમિલનાડુના તિરુપ્પુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે.

નેતાઓની ટીકાઓ વ્યક્તિગત મંતવ્ય છે પાર્ટીનું જ નહિ
પાર્ટીના અમુક નેતાઓ તરફથી આ ગઠબંધન અંગે કરવામાં આવી રહેલો વિરોધ અને ટીકાઓ પર પન્નીસેલ્વમે કહ્યુ કે આ તેમનું વ્યક્તિગત મંતવ્ય હોઈ શકે છે પરંતુ પક્ષનું નહિ. તેમણે કહ્યુ કે ભાજપની ટીકા કરનારા AIADMK ના અમુક લોકોએ અમને પોતાની સ્થિતિ જણાવી છે પરંતુ હું સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે તેમણે AIADMKના અધિકૃત વિચારોનું પ્રતિનિધિત્વ નથી કર્યુ. જ્યારે હાઈકમાન્ડ ગઠબંધન પર નિર્ણય લેશે તો અમારા પક્ષના બધા સભ્યો તેને સ્વીકારશે. પન્નીસેલ્વમે કહ્યુ કે AIADMK 40 સીટો (તમિલનાડુમાં 39 અને પુડુચેરીમાં 1) પર મહાગઠબંધનનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યુ કે અમે મીડિયાને સંબોધિત કરીશુ અને અમારો પક્ષ રાજ્યમાં ગઠબંધનનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચોઃ YSR કોંગ્રેસ ચીફની બહેનનું નામ 'બાહુબલી' પ્રભાસ સાથે જોડવાના કેસમાં બેની ધરપકડ