For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: સીએમની રેલી છોડીને લોકો જવા લાગ્યા, રસ્તો રોક્યો

લોકસભા ચૂંટણી માટે બધી જ પાર્ટીઓ પોતાનું જોર લગાવી રહી છે. ઘણી પાર્ટીના મોટા નેતાઓ એક જ દિવસમાં ઘણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી માટે બધી જ પાર્ટીઓ પોતાનું જોર લગાવી રહી છે. ઘણી પાર્ટીના મોટા નેતાઓ એક જ દિવસમાં ઘણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. આ રેલીઓ દરમિયાન ક્યારેક એવી પણ ઘટનાઓ સામે આવે છે, જે ચોંકાવી નાખે તેવી છે. કેટલાક નેતાઓની રેલીઓમાં જ્યાં ભીડ નથી જામી રહી, જયારે કેટલાક લોકોને બળજબરી રેલીમાં જોડાવવા માટે દબાણ કરવામાં આવે છે. તામિલનાડુથી આવી જ એક ઘટના સામે આવી છે.

આ પણ વાંચો: રોડ શોમાં 'નેતાજી' ને બે મહિલાઓએ રોક્યા, બંનેને મળ્યો 2 BHK ફ્લેટ

રેલીને સંબોધિત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી પ્લાનીસ્વામી આવ્યા હતા

રેલીને સંબોધિત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી પ્લાનીસ્વામી આવ્યા હતા

તામિલનાડુની શિવગંગા લોકસભા વિસ્તારના માનમુદુરેમાં સોમવારે એઆઈડીએમકે ઘ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં લોકોને સંબોધિત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી પ્લાનીસ્વામી આવ્યા હતા. જયારે તેઓ જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે હાજર લોકો પોતપોતાના ઘરે પાછા જવા લાગ્યા. રેલી સ્થળે ભીડને ઓછી થતી જોતા હાજર રહેલા નેતાઓ તેમને રોકવા લાગ્યા. આ ઘટના સાથે જોડાયેલ વીડિયો હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

માનવ ચેન બનાવીને રસ્તો રોક્યો

વાયરલ થઇ રહેલા વીડિયોમાં સફેદ કપડાં પહેરેલા કેટલાક નેતાઓ એકબીજાનો હાથ પકડીને માનવ ચેઇન બનાવીને રસ્તો રોકી રહ્યા છે. તેઓ ઘરે પાછા જઈ રહેલા પુરુષ અને મહિલાઓને ધમકાવીને પાછા રેલીમાં મોકલી રહ્યા છે. માનમુદુરે એક નાનો વિસ્તાર છે, જ્યાં આ જનસભા રાખવામાં આવી હતી.

તામિલનાડુમાં ભાજપ-એઆઈડીએમકે ગઠબંધન

તામિલનાડુમાં ભાજપ-એઆઈડીએમકે ગઠબંધન

શિવગંગા લોકસભા સીટથી હાલમાં એઆઈડીએમકે પીઆર સેથિલનાથન સાંસદ છે. આ વખતે રાજ્યમાં ભાજપ અને એઆઈડીએમકે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. ગઠબંધનમાં આ સીટ એઆઈડીએમકે પાસે ગઈ છે. બંને પાર્ટીઓ વચ્ચે થયેલા ગઠબંધનમાં 39 સીટોમાંથી ભાજપ 5 સીટો પર ચૂંટણી લડશે, જયારે એઆઈડીએમકે અને બીજા સહયોગી દળોના ખાતામાં 34 સીટો આવી છે.

English summary
AIADMK leaders form human chain to force voters to stay at cm Palaniswami rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X