એઆઇએડીએમકેના સાંસદે શશીકલાને મુખ્યમંત્રી બનવા કર્યો આગ્રહ

Subscribe to Oneindia News

શશીકલા નટરાજન દ્વારા એઆઇએડીએમકેના જનરલ સેક્રેટરીનું પદ સંભાળવાના માત્ર 2 દિવસ બાદ જ એઆઇએડીએમકેના સાંસદ અને લોકસભા સ્પીકર થંબુદરાઇએ આગ્રહ કર્યો છે કે તે તાત્કાલિક ધોરણે તમિલનાડુના મુખ્યમંત્રી પદને ગ્રહણ કરે. શશીકલા માટે આ અપીલ શનિવારે એઆઇએડીએમકેના સભ્યો સામે અપાયેલ ભાવુક ભાષણ બાદ કરવામાં આવી છે.

sasikala

મીડિયાને જારી કરેલા પત્રમાં એઆઇએડીએમકે પાર્ટીના પ્રચાર સચિવ થંબુદુરાઇએ લખ્યુ છે, 'જ્યારે બે વર્ષમાં ચૂંટણી થવાની છે તો એવામાં અમારા પક્ષે સારી રીતે કામ કરીને લોકોના દિલમાં સમર્થન મળવુ જરુરી છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે આદરણીય ચિનમ્મા (શશીકલા) ને તાત્કાલિક ધોરણે સરકારનું નેતૃત્વ કરવા માટે તમિલનાડુના મુખ્યમંત્રી પદ સભાળવાનો હું આગ્રહ કરુ છુ. આ પહેલા રાજસ્વ મંત્રી ઉદયકુમાર અને એઆઇએડીએમકેના પ્રવકતા પોન્નેયન પણ શશીકલાને તમિલનાડુના મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કરવા માટે આગ્રહ કરી ચૂક્યા છે.

તમને જણાવી દઇએ કે હાલના સમયમાં તમિલનાડુના મુખ્યમંત્રી પદને ઓ પનીરસેલ્વમ સંભાળી રહ્યા છે. તેમણે આ પદ જે જયલલિતાના મોત બાદ 5 ડિસેમ્બર, 2016 ના દિવસે ગ્રહણ કર્યુ હતુ. આ પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા ફિલ્મોમાંથી રાજકારણમાં ગયા હતા અને લાંબી બિમારી બાદ તેમનુ મોત થયુ હતુ. ત્યારબાદ આ પદ ઓ પનીરસેલ્વમને સંભાળવા માટે આપવામાં આવ્યુ હતુ. જયલલિતાનું મોત 5 ડિસેમ્બરે રાતે 11.30 કલાકે થયુ હતુ. જયલલિતાના મોત બાદ સવાલો અને શંકાઓનો દોર શરુ થઇ ગયો હતો. જયલલિતાના નિધન પર મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશે પણ શંકા જતાવી હતી. તેમણે કહ્યુ હતુ કે જયલલિતાના મોત બાદ શંકાઓ પરથી પડદો ઉઠવો જોઇએ. આ પહેલા પણ આ પ્રકારની માંગો ઉઠી હતી. ચેન્નઇ સ્થિત એક બિન સરકારી સંગઠને પણ સર્વોચ્ચ ન્યાયાલયમાં યાચિકા દાખલ કરી હતી.

English summary
AIADMK MP thambidurai urges sasikala to take over as chief minister
Please Wait while comments are loading...