વાજપેયીજીની તબિયતમાં સુધારો ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં રહેશેઃ એઈમ્સ

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીનો ઈલાજ દિલ્હીની એઈમ્સમાં ચાલી રહ્યો છે. તેમને યુરિન ઈન્ફેક્શનના કારણે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે.

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીનો ઈલાજ દિલ્હીની એઈમ્સમાં ચાલી રહ્યો છે. તેમને યુરિન ઈન્ફેક્શનના કારણે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે. એઈમ્સ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું મેડીકલ બુલેટિન જારી કરવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે તેમની તબિયત હાલમાં સ્થિર છે. તેમનું યુરિન ઈન્ફેક્શન હાલમાં સ્થિર છે. જો કે હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યુ છે કે હાલતમાં સુધારો ન થાય ત્યાં સુધી તેઓ એઈમ્સમાં જ રહેશે.

અટલજીની હાલત સ્થિર

અટલજીની હાલત સ્થિર

અટલ બિહારી વાજપેયી ઘણા લાંબા સમયથી બિમાર છે પરંતુ સોમવારે અચાનક તેમની તબિયત બગડી જતા તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા. અહીં ડૉક્ટરોએ જણાવ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રીને યુરિનમાં ઈન્ફેક્શન છે. ઈલાજ કર્યા બાદ તેમની હાલત સ્થિર છે. એઈમ્સ પ્રશાસન તરફથી લગભગ 12 વાગે જારી કરાયેલ મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યુ કે અટલ બિહારી વાજપેયીની હાલતમાં સુધાર છે. જો કે અત્યારે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં નહિ આવે.

મેડિકલ બુલેટિન

મેડિકલ બુલેટિન

મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યુ છે કે ડૉક્ટર અટલ બિહારી વાજપેયી પર સતત ધ્યાન રાખી રહ્યા છે. તેમને એન્ટી બાયોટિક્સ દવાઓ આપવામાં આવી રહી છે. આ દવાઓ અસર કરી રહી છે. તેમના દરેક અંગો કામ કરી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસને કહ્યુ છે કે જ્યાં સુધી ઈન્ફેક્શન નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી અટલ બિહારી વાજપેયી હોસ્પિટલમાં જ રહેશે.

પૂર્વ પીએમની ખબર પૂછવા પહોંચી રહ્યા છે નેતા

પૂર્વ પીએમની ખબર પૂછવા પહોંચી રહ્યા છે નેતા

આ પહેલા સોમવારે સાંજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ખબર અંતર પૂછવા માટે સૌથી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એઈમ્સ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પૂર્વ પ્રધાનમંત્રીની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા, પ્રકાશ જાવડેકર સહિત ઘણા મોટા નેતાઓ સોમવારે એઈમ્સ પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X