18 જુલાઈથી શરૂ થશે ફ્રાંસ અને ભારત વચ્ચે ઉડાનોઃ હરદીપ પુરી
પુરીએ કહ્યુ કે અમે એર બબલ માટે ઓછામાં ઓછા ત્રણ દેશો અમેરિકા, જર્મની અને ફ્રાંસ સાથે અગ્રિમ તબક્કામાં છે.
કોરોના સંકટ વચ્ચે વંદે ભારત મિશન વિશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ કહ્યુ કે અત્યાર સુધી બે લાખ 80 હજાર ભારતીયો વિદેશોમાંથી એર ઈન્ડિયા દ્વારા પાછા લાવવામાં આવ્યા છે. આ સાથે જ પુરીએ કહ્યુ કે અમે એર બબલ માટે ઓછામાં ઓછા ત્રણ દેશો અમેરિકા, જર્મની અને ફ્રાંસ સાથે અગ્રિમ તબક્કામાં છે. તેમણે માહિતી આપી કે એર ફ્રાંસ 18 જુલાઈથી એક ઓગસ્ટ વચ્ચે દિલ્લી, મુંબઈ અને બેંગલુરુથી પેરિસ માટે 28 ઉડાનો સંચાલિત કરશે.













Click it and Unblock the Notifications
