For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પાકિસ્તાન સરહદ પાસે વાયુસેનાના 137 લડાકૂ વિમાને દેખાડી પોતાની તાકાત

Video: વાયુસેનાના 137 લડાકૂ વિમાને દેખાડી પોતાની તાકાત

|
Google Oneindia Gujarati News

વાયુસેનાના 137 ફાઈટર પ્લેન ટાર્ગેટને ધ્વસ્ત કરતાં જોવા મળ્યા. યુદ્ધાભ્યાસમાં આકાશ અસ્ત્ર મિસાઈલોની સાથે જીપીએસ અને લેઝર ગાઈડેડ બોમ્બ, રોકેટ લૉન્ચરનો ઉપયોગ થયો. યુદ્ધાભ્યાસમાં મિગ-21 બાઈસરન, મિગ-27, મિગ-29, મિરાજ-2000, સુખોઈ-30 એમકેઆઈ, જગુઆર જેવા વિમાન સામેલ હતા. આ દરમિયાન ભારતીય વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ અને સચિન તેંડુલકર હાજર રહ્યા. બીએસ ધનોઆએ કહ્યું કે અમે કોઈપણ ઓપરેશન માટે તૈયાર છીએ.

વાયુસેનાએ ટાર્ગેટ વિંધ્યાં

વાયુસેનાએ ટાર્ગેટ વિંધ્યાં

વાયુસેનાના 137 ફાઈટર પ્લેન ટાર્ગેટને ધ્વસ્ત કરતાં જોવા મળ્યા. યુદ્ધાભ્યાસમાં આકાશ અસ્ત્ર મિસાઈલોની સાથે જીપીએસ અને લેઝર ગાઈડેડ બોમ્બ, રોકેટ લૉન્ચરનો ઉપયોગ થયો. યુદ્ધાભ્યાસમાં મિગ-21 બાઈસરન, મિગ-27, મિગ-29, મિરાજ-2000, સુખોઈ-30 એમકેઆઈ, જગુઆર જેવા વિમાન સામેલ હતા. આ દરમિયાન ભારતીય વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ અને સચિન તેંડુલકર હાજર રહ્યા. બીએસ ધનોઆએ કહ્યું કે અમે કોઈપણ ઓપરેશન માટે તૈયાર છીએ.

સિક્યોરિંગ ધી નેશન ઈન પીસ એન્ડ વૉર છે થીમ

દરેક ત્રણ વર્ષમાં થતો આ યુદ્ધાભ્યાસ વાયુ શક્તિની આ વખતેની થીમ સિક્યોરિંગ ધી નેશન ઈન પીસ એન્ડ વોર છે. વાયુ શક્તિમાં મિગ-21 બાઈસન, મિગ-27 યૂપીજી, મિગ-29, જગુઆર, એલસીએ (તેજસ), મિરાજ- 2000, સુ-30 એમકેઆઈ, હૉક, સી-130 જે સુપર હરક્યૂલિસ, એન- 32, એમઆઈ-17 વી 5, એમઆઈ-35 હુમલાના હેલીકોપ્ટરો, સ્વદેશી રૂપે વિકસિત AEW &C અને ઉન્નત લાઈટ હેલિકોપ્ટરમાં પોતાની ક્ષમતા અને તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત વાયુસેનાના ગરુડ બળ, વિશેષ અભિયાનોને કરવા અને દુશ્મનના વિસ્તાર સ્થિત એક લક્ષ્યને નષ્ટ કરી પોતાની યુદ્ધ ક્ષમતાનું પ્રદર્શન કરશે.

વાયુસેનાએ દેખાડી પોતાની તાકાત

રાજસ્થાનના જેસલમેરની ચાંધણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય વાયુસેનાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ વાયુશક્તિ 2019 શનિવારે આયોજિત કવામાં આવ્યો, જેમાં બે કલાક સુધી વાયુસેનાના 137 ફાઈટર વિમાન અને હેલીકોપ્ટર્સ રિયલ ટાઈમ ટાર્ગેટ ધ્વસ્ત કરતા જોવા મળ્યા. યુદ્ધાભ્યાસમાં આકશ અને અસ્ત્ર મિસાઈલોની સાથે જીપીએસ અને લેઝર ગાઈડેડ બોમ્બ, રોકેટ લૉન્ચર અને હેલીકોપ્ટર્સ ગનનો પ્રયોગ કરવામાં આવ્યો.

દુશ્મન પર પ્રહાર કરવા સક્ષમ

પહેલીવાર આવું થશે જ્યારે કોઈ યુદ્ધાભ્યાસ દરમિયાન વાયુસેનાના કોઈપણ લડાકૂ વિમાનથી અસ્ત્રા મિસાઈલ છોડવાનો લાઈવ નઝારો રજૂ કરવામાં આવશે. અસ્ત્રાને કોઈપણ ઉંચાઈ અને રેન્જથી દુશ્મનના ઠેકાણા પર છોડી શકાય છે. ઓછી રેન્જમાં 20 કિમી સુધી અને મહત્તમ 80 કિમી સુધી શત્રુ પર પ્રહાર કરવામાં સક્ષમ છે. યુદ્ધશક્તિ અંતર્ગત પોકરણ ફાયરિંગ રેન્જમાં આ યુદ્ધાભ્યાસમાં વાયુસેનાના 13 પ્રકારના વિમાન અને 7 પ્રકારના હેલીકોપ્ટર ઉપરાંત માનવ રહિત વિમાન પોતાનું કુશળ પ્રદર્શિત કરી રહ્યા છે. દેશના વિવિધ એર બેસથી ઉડાણ ભરી લડાકૂ વિમાન દિવસ-રાત પોતાના લક્ષ્ય પર સટીક નિશાન લગાવી રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીરઃ LOC પાસે રાજૌરી સેક્ટરમાં વિસ્ફોટ, આર્મી મેજર શહીદજમ્મુ અને કાશ્મીરઃ LOC પાસે રાજૌરી સેક્ટરમાં વિસ્ફોટ, આર્મી મેજર શહીદ

English summary
air force conducted massive exercise at pokharan near to pakistan border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X