For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરહોસ્ટેસનો મોત પહેલા અંતિમ મેસેજઃ ‘મરવા જઉ છુ, તેની કરતૂતોની ભરપાઈ નહિ થઈ શકે'

લુફ્થાંસા એરલાઈન્સની 39 વર્ષીય એર હોસ્ટેસ અનિશિયા બત્રાની રહસ્યમય મોતથી દિલ્હી હચમચી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

લુફ્થાંસા એરલાઈન્સની 39 વર્ષીય એર હોસ્ટેસ અનિશિયા બત્રાની રહસ્યમય મોતથી દિલ્હી હચમચી ગયુ છે. કોઈને સમજાતુ નથી કે છેવટે ધાબા પરથી પડીને અનિશિયાનું મોત કેવી રીતે થઈ શકે છે. ઘરના લોકો તેના પતિ મયંક પર હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. વળી, ભાઈએ કહ્યુ કે મોતની થોડા કલાકો પહેલા તેણે મેસેજ કર્યો હતો, 'પ્લીઝ હેલ્પ મી, મને બચાવી લો'. હવે એ વાત પણ સામે આવી છે કે અનિશિયાએ કૂદતા પહેલા પોતાની એક દોસ્તને પણ મેસેજ કર્યો હતો. દોસ્તને મોકલેલા વોટ્સએપમાં કહ્યુ હતુ કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે 39 વર્ષીય અનિશિયા બત્રાએ ગયા શુક્રવારે પતિ મયંક સિંઘવી સાથે ઝઘડા બાદ હોજખાસ સ્થિત પોતાના ઘરના ધાબા પરથી કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. વિસ્તારથી જાણો સમગ્ર મામલો -

રૂમમાં બંધ અનિશિયાએ દોસ્તને કર્યો હતો મેસેજ

રૂમમાં બંધ અનિશિયાએ દોસ્તને કર્યો હતો મેસેજ

વિવાદ અને મારપીટ બાદ અનિશિયાને પતિ મયંકે રૂમમાં બંધ કરી દીધી હતી. રૂમમાંથી અનિશિયાએ પોતાની એક દોસ્તને મેસેજ કર્યો હતો અને તેમાં લખ્યુ હતુ, ‘તેણે મને રૂમમાં પૂરી દીધી છે અને બહાર બેસીને ધ્યાન રાખી રહ્યો છે. મને અત્યારે મારો ફોન પાછો મળ્યો છે. મને અત્યારે મદદ જોઈએ. શું તુ પોલિસને બોલાવી શકે છે? પ્લીઝ... જો શક્ય હોય તો તુ આવી જા.' મેસેજના જવાબમાં તેની ફ્રેન્ડે લખ્યુ ‘હું અત્યારે તો નથી આવી શકતી પણ શું હું એશાને બોલાવુ? એ બધાથી નજીક છે. મને જલ્દી કહે. જાણકારી મુજબ જે મિત્રને મેસેજ મોકલ્યો હતો તેનું નામ રાખી છે.'

11 મિનિટ સુધી થઈ મેસેજ પર વાત પછી મોકલ્યો ડરાવવાવાળો મેસેજ

11 મિનિટ સુધી થઈ મેસેજ પર વાત પછી મોકલ્યો ડરાવવાવાળો મેસેજ

એર હોસ્ટેસ અનિશિયાએ શુક્રવારે બપોરે 2 વાગેને 56 મિનિટથી 3 વાગેને 11 મિનિટ સુધી પોતાની મિત્ર રાખીને વોટ્સએપ પર મેસેજ મોકલ્યા હતા. પરંતુ તેના એક કલાક બાદ એટલે કે સાંજે ચાર વાગેને 12 મિનિટે અનિશિયાએ પોતાની મિત્રને મેસેજ મોકલ્યો જે ખૂબ ડરામણો હતો. તેણે લખ્યુ, "હું પોતાને ખતમ કરવા જઈ રહી છુ. મયંકે મને આ હાલતમાં પહોંચાડી દીધી છે. તેણે મને રૂમમાંથી તો બહાર કાઢી દીધી છે પરંતુ એણે જે નુકશાન કર્યુ છે તેની ભરપાઈ નહિ થઈ શકે." દૂર બેઠેલી રાખી તેની મિત્રને બચાવી શકે તે પહેલા અનિશિયાએ 18 મિનિટ બાદ એટલે કે સાંજે 4 વાગેને 30 મિનિટે ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી.

કેટલાક સવાલો જે હજુ પણ ઉભા છે અને જવાબો જરૂરી છે

કેટલાક સવાલો જે હજુ પણ ઉભા છે અને જવાબો જરૂરી છે

ખૂબ જ સુંદર, જિંદાદીલ, સફળ અને બિંદાસ અંદાજવાળી એરહોસ્ટેસ અનિશિયાના મોતો અંગે કેટલાક સવાલો હજુ પણ ઉભા છે. તે એ કે -
મયંકે અનિશિયાને શું નુકશાન પહોંચાડ્યુ હતુ જની ભરપાઈ નહોતી થઈ શકતી.
તે દિવસે મયંકે અનિશિયાને રૂમમાં કે બંધ કરી દીધી હતી.
તેણે એનો મોબાઈલ કેમ લઈ લીધો હતો.
બંને વચ્ચે લડાઈનું કારણ શું હતુ.

English summary
air hostess Anissia Batra frantically texted her friend seeking help before losing hope and deciding to end her life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X