લેન્ડિંગ ગેર બગડતા 2 કલાક હવામાં અટવાયું વિમાન, જાણો સમગ્ર ઘટના
Air india Express Sharjah Bound Flight: ઘણીવાર ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટને લેન્ડિંગ અને ટેક ઓફ કરતા સમયે સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સમયે ફ્લાઈટમાં રહેલા મુસાફરોનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. આવો જ એક કિસ્સો તામિલનાડુના ત્રીચી એરપોર્ટ પર બન્યો છે.
તમિલનાડુના ત્રિચીથી UAEના શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ પછી તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઈટમાં 141 મુસાફરો સવાર હતા. આ વિમાન બે કલાક સુધી આકાશમાં ચક્કર લગાવતું રહ્યું હતું. જોકે, વિમાન સુરક્ષિત રીતે ઉતરી જતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, વિમાનના લેન્ડિંગ ગિયરમાં ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવ્યું હતું, એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની તૈયારીઓ કરવામાં આવી હતી.

આ સાથે પ્રશાસને તમામ વ્યવસ્થા કરી હતી, એર ઈન્ડિયા એક્સપ્રેસના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ સાવચેતી માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લેન્ડિંગ થઈ ગયું છે, અને એમ્બ્યુલન્સ પણ એરપોર્ટ પર હાજર છે.
એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ AXB613એ 140 મુસાફરો સાથે સાંજે 5:40 કલાકે ત્રિચીથી શારજાહ માટે ઉડાન ભરી હતી.
પ્લેન રનવે પરથી હવામાં પહોંચતા જ તેની હાઈડ્રોલિક સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી. આ પછી પાયલોટે ઈમરજન્સી જાહેર કરી અને એરપોર્ટ મેનેજમેન્ટને જાણ કરી હતી.
એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, પ્લેનને લેન્ડિંગમાં સમસ્યા આવી રહી હતી. ઇંધણ ઓછું કરવા માટે વિમાનને હવામાં ઉડાડવામાં આવ્યું હતું. વિમાન લગભગ અઢી કલાક સુધી હવામાં ચક્કર મારતું રહ્યું હતું.
ત્રિચી એરપોર્ટ પાસે લાંબા સમય સુધી ચક્કર લગાવવાને કારણે 140 મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા. નોંધનીય બાબત છે કે, ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
